BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ સ્ટાફને ચાંદીપુરા વાઈરસ અંગે તાલીમ અપાઈ

  • July 16, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ સ્ટાફને ચાંદીપુરા વાઈરસ અંગે તાલીમ અપાઈ
 
ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ એન્કેફેલાઈટીસના કેસો નોંધાવા પામે છે આ રોગના વાહક એવા સેંડફલાય (રેતીની માખ) માટે આ વાતાવરણ અનુકુળ હોય સેંન્ડફલાયની ઉત્પતી વિપુલ પ્રમાણમાં થાય છે અને આ રોગચાળાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આ રોગના કિસ્સામાં રોગ અટકાયતી ૨સી કે કોઈ વિશિષ્ટ દવાઓ ન હોય "વેક્ટર કન્ટ્રોલ" એ એકજ માત્ર ઉત્તમ ઉપાય છે તેમજ હાલમાં રાજ્યનાં અમુક જિલ્લાઓમાં શંકાસ્પદ વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ છે. આ રોગમાં મરણ ખુબ જ ટૂંકા ગાળામાં થાય છે. જેથી આ બાબતે રોગનાં લક્ષણો, સા૨વા૨ તેમજ રોગ થવાના કારણો અને તેને અટકાવવા માટે શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા સારૂ અત્રેના જીલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે ડોક્ટર્સ CME નું આયોજન કરવામાં આવેલ હતું જે અન્વયે અત્રેના જિલ્લાના IMA પ્રેસીડેન્ટ, IPA પ્રેસીડેન્ટ, પીડીયાટ્રીશયન અને ફીઝીશીયન હાજર રહેલ હતા તેઓશ્રી દ્રારા વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા) અને આવા કેસો જણાય તો તાત્કાલિક Tertiary Care Hospital માં સારવાર આપવામાં આવે તે બાબતે એપેડેમીક મેડીકલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા માહિતગાર ક૨વામાં આવેલ, તેમ યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application