મહુવાના વેપારીને હની ટ્રેપમાં ફસાવી ૧૦ લાખ પડાવ્યા

  • April 18, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વીડિયો વાયર કરી દેવાની ધમકી આપી ૧૦ લાખ પડાવ્યા બાદ પણ પાંચ લાખ માંગ્યા


મહુવાના વાસીતળાવ વિસ્તારમાં રેડીમેઈડ કપડાનો શો રૂમ ધરાવતા વેપારીને મહુવા પંથકના પરિણીતાએ વીડિયો કોલ કરી વેપારી સાથે વિશ્વાસ કેળવી વીડિયો કોલમાં નગ્ન હાલતે વાતચીત કરતા મહીલાએ રેકોર્ડ કરી લઈ વેપારીને મહુવાથી દુધાળા મુકવા આવવાના બહાને લઈ જઈ અન્ય મોટા ખુંટવડા, મોટા આસરાણા, ગોરસ અને મહુવાના શખ્સોએ એકસંપ કરી વેપારીને હત્યા કરી નાખવાની ધાક ધમકી આપી પહેલા દોઢ કરોડ માંગી બાદમાં વેપારી પાસેથી રૂા. ૧૦ લાખ મેળવી લઈ ફરી પાંચ લાખની માંગણી કરતા વેપારી પોલીસ મથક પહોંચ્યા હતા. જેને લઈ મહીલા સહીત છ સામે ફરીયાદ નોંધાવા પામી હતી.


બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવાના બારપરા વિસ્તારમાં રહેતા અને મહુવાના વાસી તળાવમાં કે.આર.ફેશન નામનો કપડાનો શો રૂમ ધરાવતા વેપારી લખમણભાઈ ૨વજીભાઈ ગોહેલ (ઉ.વ. ૪૮)એ મહુવા પોલીસ મથકમાં ઈલીયાસ જોગીયા (રે.મોટા ખુંટવડા), રજાક બચુભાઈ ગાહા (રે. મોટા આસરાણા), ભોળા સીંધુ (રે.


ગોરસ), રાજીવરાજ દાણીધરીયા (રે. મહુવા ), કમા ખોડાભાઈ ભાલીયા (રે. મહુવા ) અને મહુવા પંથકની એક મહીલા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, તા. ૩૧ જુલાઈના રોજ મહીલાએ તેઓને વીડિયો કોલ કરી હું તમારા શોરૂમે કપડા લેવા આવી હતી. તમે હાજર ન હતા. તેમ વાતચીત કરી વેપારીને વિશ્વાસમાં લઈ અવાર નવાર વીડિયો કોલ કરી ક્યારે વીડિયો કોલમાં કપડા ઉતારી નગ્ન સ્થિતીમાં વાતો કરી હતી. ત્યારબાદ ગત તા. ૨૦.૮ના રોજ મહીલાએ ફોન કરી હું મહુવા ગાંધીબાગ ઉભી છુ. મારે દુધાળા નં.૨ જાવુ છે. તમે મુકી જાવ તેમ કહેતા તેઓ તેની કાર લઈ મહીલાને ગાંધીબાગથી બેસાડીને મુકવા જઈ રહ્યા હતા.

ત્યારે દુધાળા ગામ પહેલા મહીલાએ મને ઉલ્ટી થાય છે. ગાડી ઉભી રાખો તેમ કહી ગાડી ઉભી રખાવતા ઉક્ત તમામ એકસંપ કરી તેની પાસે આવી પહોંચી આ મારી પત્ની છે. ચાલી આને પોલીસ મથક લઈ જાવો છે. કહી ગાડીમાં બેસાડી આસરાણા ગામે માલણ ડેમના પાળા પાસે કાર ઉભી રાથી – તમારા વિરૂદ્ધ બળાત્કારની ફરીયાદ કરવી છે. તેમ કહી મહીલાના મોબાઈલમાં નગ્ન વીડિયો બતાવી કોમવાદ થઈ જશે. ખુન ખરાબા થઈ જશે. તને અહીયા જ મારી નાખીશુ અને વીડિયો વાયરલ કરી દેશું તેમ કહી દોઢ કરોડની માંગણી કરી હતી. 


બાદ તેઓના ઘરના સભ્યોને બોલાવી લેવાનું કહી ભોલુ દાણીધારીયાએ તમારા સમાજના બી.એલ.ભુતને ઓળખું છું. તેમ કહી તેને વાતચીત કરવા બોલાવ્યા હતા. અને – તેઓને વચ્ચે રાખી છેલ્લે ૧૦ લાખ કટકે કટકે આપવાનું નક્કી કરેલ જે તેઓએ બે કટકે શખ્સોને ચુકવી આપ્યા બાદ પણ રાજીવરાજ ઉર્ફે ભોલુએ તેઓ પાસે બીજા પાંચ લાખની માંગણી કરી રૂપિયા નહીં આપો તો વીડિયો વાયરલ કરી દઈશુ તેવી ધમકી આપી હતી. ઉક્ત બનાવ અનુસંધાને મહુવા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application