BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: સોડસલા ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેક્ટરો ઝડપી પાડતી એલસીબી

  • July 14, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: સોડસલા ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેક્ટરો ઝડપી પાડતી એલસીબી

મુદામાલ કબ્જે લઇને પોલીસ દ્વારા ખાણખનીજને રીપોર્ટ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટાની ટીમ કાર્યરત હતી.

આ દરમિયાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા અને ખીમાણંદભાઇ આંબલીયાને ચોક્કસ બાતમી મળી હતી કે સોડસલા ગામથી વિસોત્રી ગામ તરફ ત્રણ ટ્રેક્ટરો રોયલ્ટી વગરની ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહ્યા છે અને સોડસલા ગામની નદીમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન તેમજ વહન થઈ રહ્યું છે. 

આ હકીકતના આધારે પોલીસે સોડસલા ગામ પાસેથી કોઈપણ જાતની રોયલ્ટી વગરના ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા. જેમાં પાવરટ્રેક કંપનીના ૪૪૫ અને ૪૩૯ મોડેલના ટ્રેક્ટરોનો સમાવેશ થાય છે, જેમાંથી આશરે કુલ ૮ ટન ગેરકાયદેસર રેતી મળી આવી હતી.
​​​​​​​
આ ઉપરાંત સોડસલા ગામની નદીમાં પાવડા વડે રેતીનું ગેરકાયદેસર ખનન કરતા એક ઇસમને તથા ત્યાં ખનન કરેલી રેતી ભરવા માટે રાખવામાં આવેલ સોલીસ કંપનીનું એક વગર નંબરનું ટ્રેક્ટર ઘટનાસ્થળેથી ઝડપી લેવામાં આવ્યું હતું. એલ.સી.બી. પોલીસ દ્વારા આ તમામ વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગને અલગથી રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News