BREAKING NEWS

પોલીસમાં ભરતી કરાવી દેવાના નામે 7.97 લાખની છેતરપિંડી

  • November 15, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં પોલીસમાં ભરતી કરાવી પ્રથમ પીએસઆઇ અને ત્યારબાદ ડીસીપી બનાવી દેવાની લાલચ આપી 1.48 કરોડ ની છેતરપિંડી ની ફરિયાદ ડીસીબીમાં નોંધાયા ની ઘટના તાજી છે ત્યાં ફરી વધુ એક છેતરપિંડી નો બનાવ સામે આવ્યો છે જેમાં ગઠીયા એ યુવકને પોલીસની ભરતીમાં પોલીસમેન બનાવી દેવાની લાલચ આપી 7.97 લાખ ની છેતરપિંડી આચાર્યની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની દોશી હોસ્પિટલ નજીક વિનાયકનગરમાં રહેતા સાજીદ મંગભાઈ પઠાણ નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં પોતાની સાથે 7.97 લાખની છેતરપિંડી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

સાજીદ પઠાણે જણાવ્યા મુજબ તેના પિતાના મિત્ર મારફતે તેનો સંપર્ક જામનગર રોડ પર રહેતા મયુર પટેલ નામના શખ્સ સાથે થયો હતો. આ પછી મયુર પટેલ સાથે પોલીસમાં નોકરી અંગે વાતચીત થયા બાદ કટકે કટકે તેને ૭.૯૭ લાખ આપી દીધા બાદ તેણે સાજીદને ફોન કરી પોલીસ ટ્રેનિગમાં જવાની તૈયારી કરવાનું કહ્યું હતું.

જો કે લાંબો સમય થઈ જતા નોકરી નહીં મળતા ફરી મયુરને ફોન કરતા તેણે વારંવાર ફોન ન કરવાનો જવાબ આપ્યો હતો. ઘણી રાહ જોયા બાદ આખરે સાજીદને ભાન થયું હતું કે તે છેતરાયો છે એટલે એટલે તેણે મયૂરની શોધખોળ કરતા તેનું ઘર શોધી કાઢ્યું હતું અને ત્યાં તપાસ કરતા તે જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી-૩માં રહેતો હોવાનું સામે આવ્યું હતું પરંતુ ત્યાં તપાસ કરતા તે ઘરને તાળું મારી ભાગી ગયો હોવાનું અને તેનું સાચું નામ મનહર રવજીભાઈ ત્રાડા હોવાનું જાણવા મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે માલવિયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ ડી.એસ ગજેરાએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી યાદ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application