મૂળ મધ્ય પ્રદેશના વતની ના અને હાલ કાલાવડ પંથકમાં રહેતા ખેત શ્રમિક એવા એક આદિવાસી યુવાને પૈસ ની તંગીના કારણે મૂંઝવણ અનુભવતો હોવા થી જંતુ નાશક દવા પી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી છે. જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી એક યુવા પરણીતા ને શરદી ની બીમારી પછી શ્વાસ ઉપડતાં તેણી નું સારવાર માં મૃત્યુ થયું છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં વાડીમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મહેતાબભાઈ માધુભાઈ કલેશ નામના ૩૫ વર્ષના આદિવાસી યુવાને જંતુનાશક ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.આ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતાં પોલીસ અધિકારી દોડી ગયા હતા, અને તપાશ શરૂ કરી હતી.
આ યુવાન પૈસાની તંગી અનુભવતો હતો અને તેની મૂંઝવણના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક કારણ જાહેર થયું છે.
જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી હાસ્મિતાબેન ચેતનભાઇ નકુમ નામની ૨૫ વર્ષની પરણીતા ને ચાર દિવસ થી શરદી ની બીમારી લાગુ પડી હતી. દરમિયાન તેણીને શ્વાસ ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણી નું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech