BREAKING NEWS

કલ્યાણપુર: ગાંજા કેસમાં આરોપીનો છૂટકારો

  • April 14, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર: ગાંજા કેસમાં આરોપીનો છૂટકારો


કલ્યાણપુર તાલુકાનાં ધતુરીયા ગામની સીમમાં આવેલ રામાપીરનાં મંદીરે એસ.ઓ.જી. દ્વારકાના એ બે સરકારી પંચો સાથે બાતમીનાં આધારે રેઈડ કરતાં રામાપીરનાં મંદીરે મારખી કરશનભાઈ વારોતરીયા હાજર હતા અને તેમનાં કબજાનાં રૂમમાં અભેરાઈ પર કોથળીમાંથી ગાંજો મળી આવ્યો હતો તથા મંદીરની જગ્યાનાં પીલોર પાસે ગાંજાનાં વાવેતરના છોડવા મળી આવેલ હોય, જેનું કુલ વજન ૧.૮૩૩ કી.ગ્રા. થયેલ, જે પોલીસે કબજે લઈ સ્થાનીકેથી આરોપી મારખી કરશનભાઈ વારોતરીયાની અટક કરી તેમની વિરુધ્ધ એસ.ઓ.જી. દ્વારકાના એ.એસ.આઈ. આર.એમ. જાડેજા એન.ડી.પી.એસ.ની કલમો મુજબ ફરીયાદ આપેલ હતી.



ત્યારબાદ તપાસનાં અંતે આરોપી સામે ચાર્જસીટ કરવામાં આવેલ, જે અંગેનો કેસ ખંભાળીયાની એડી. સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલની દલીલ તથા ઉચ્ચ ન્યાયાલયનાં ચુકાદાઓ ધ્યાને લઈ એડી. સેસન્સ જજ એસ.જી. મનસુરીએ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે, આરોપી તરફે વકીલ જીતેન્દ્ર કે. હીન્ડોચા તથા અભિષેક એન. ધ્રુવ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News