જામનગર: ઇકોનોમિક ટાઇમ્સ ‘વેડિંગ પાવર લિસ્ટ-૨૦૨૬’ માં મેળવ્યું સ્થાન
ઇ નાઇન ઇવેન્ટ્સએ હાંસલ કરી મોટી સિદ્ધિ
ઇ નાઇન ઇવેન્ટસના ફાઉન્ડર પરાગ વોરાએ જણાવ્યુ કે અમારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે
જામનગરની અગ્રણી વેડિંગ પ્લાનિંગ કંપની ‘ઇ નાઇન ઇવેન્ટ્સ’ એ રાષ્ટ્રીય સ્તરે જામનગર નું નામ રોશન કર્યું છે. પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ઇકોનોમિક ટાઇમ્સના ’ઇટી પનાશે’ દ્વારા બહાર પાડવામાં આવેલી "વેડિંગ પાવર લિસ્ટ ૨૦૨૬ - એડિશન ૨" માં ઇ નાઇન ઇવેન્ટસને ભારતના ટોચના વેડિંગ પ્લાનર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.આ યાદીમાં સ્થાન મેળવવું એ વેડિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં સર્વોચ્ચ સન્માન સમાન માનવામાં આવે છે.
ઇ નાઇન ઇવેન્ટ્સને તેમના અનોખા ક્ધસેપ્ટ્સ, ભવ્ય આયોજન અને ગ્રાહકોને અદભુત અનુભવ આપવા બદલ આ પાવર લિસ્ટમાં સ્થાન મળ્યું છે.આ ઐતિહાસિક સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા ઇ નાઇન ઇવેન્ટ્સના ફાઉન્ડર પરાગ વોરાએ જણાવ્યું હતું કે, "ઇકોનોમિક ટાઇમ્સના ઇટી પનાશે મેગેઝિનમાં સ્થાન મળવું એ અમારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે. આ સફળતા અમારી સમગ્ર ટીમની સખત મહેનત, સમર્પણ અને અમારા ક્લાયન્ટ્સના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. અમે હંમેશા સપનાના લગ્નોને વાસ્તવિકતામાં બદલવાનો પ્રયાસ કર્યો છે અને આ સન્માન અમારા ઉત્સાહને બમણો કરે છે." છેલ્લા કેટલાક વર્ષોમાં ઇ નાઇન ઇવેન્ટ્સએ અનેક ભવ્ય અને યાદગાર લગ્ન સમારોહનું સફળ આયોજન કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ એવોર્ડ માત્ર કંપનીની સફળતા નથી, પરંતુ વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટતાનું નવું સીમાચિહ્ન છે.