કલકત્તા રેપ વીથ મર્ડર કેસ : આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલે આપ્યું રાજીનામું

  • August 12, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો દેશભરમાં જોર પકડી રહ્યો છે. કોલકાતા સહિત દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. આ દરમિયાન, આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


મીડિયા સાથે વાત કરતા આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર સંદીપ ઘોષે જણાવ્યું હતું કે, "મૃતક લેડી ડોક્ટર મારી દીકરી જેવી હતી અને સોશિયલ મીડિયા પર મારી બદનક્ષી થઈ રહી છે. તેથી, એક વાલી તરીકે હું રાજીનામું આપી રહ્યો છું. હું નથી ઈચ્છતો કે, ભવિષ્યમાં કોઈની સાથે આવું કંઈ પણ થાય."


9 ઓગસ્ટના રોજ સવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે જ્યારે આરોપી સંજય રોયને કસ્ટડીમાં લઈ તેમની પૂછપરછ કરી તો તેમણે બળાત્કાર અને હત્યાની કબૂલાત કરી. પોલીસે સંજય રોય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (બળાત્કાર) અને 103 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી સંજય રોય હાલ 14 દિવસની પોલીસ કસ્ટડીમાં છે. ચાર લગ્ન, પોર્ન અને આલ્કોહોલનું વ્યસન, હોસ્પિટલમાં અનિયંત્રિત પ્રવેશ. કોલકાતાની મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યામાં પકડાયેલા આરોપી પર અત્યાર સુધી શું ખુલાસો થયો છે?


કોલકાતામાં આ ઘટનાના વિરોધમાં દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓપીડી, સર્જરી અને લેબનું કામ માત્ર રેસિડેન્ટ ડોક્ટરો જ સંભાળે છે. આવી સ્થિતિમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. એક દિવસ પહેલા દેશની રાજધાનીમાં AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી હતી.



દિલ્હીની ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલ, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, કલાવતી ચિલ્ડ્રન હોસ્પિટલ, સુચેતા કૃપાલાની હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ સંબંધિત લોકનાયક હોસ્પિટલ, જીબી પંત, દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ સહિત અન્ય ઘણી સરકારી હોસ્પિટલોમાં આજે OPD સેવાઓ બંધ છે વૈકલ્પિક સર્જરી અને લેબમાં બંધ છે.


પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપી સંજય રોયને દારૂ પીને પોર્ન ફિલ્મો જોવાનું વ્યસન હતું. આટલું જ નહીં, આરોપીએ હોસ્પિટલમાં વિના રોક-ટોક પ્રવેશ કર્યો છે. આ કારણથી તેના પર કોઈને આટલી શંકા ન હતી અને ઘટનાની રાત્રે પણ તે અનેકવાર હોસ્પિટલની અંદર અને બહાર આવી ગયો હતો. શુક્રવારે રાત્રે 11 વાગ્યે તે દારૂ પીવા હોસ્પિટલની પાછળ ગયો હતો. ત્યાં દારૂ પીને પોર્ન ફિલ્મ જોઈ. આ બાદ સવારે 4 વાગ્યે તે પાછળના દરવાજેથી ચેસ્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. તે બાદ તે લગભગ 4.45 વાગ્યે સેમિનાર હોલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application