ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જેલ ગ્રાઉન્ડ નજીકથી રૂ.૨,૩૦,૦૦૦ ના સ્કુટર, મોટર સાયકલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *બાતમી મળેલ કે, પિયુષ ઉર્ફે પીલ્લો ગોહિલ નયન ઉર્ફે એન.કે. કાંબડ રહે.બંને ભાવનગર ભાવનગર શહેરના ગવર્નમેન્ટ કવાટર્સ સામે જેલ ગ્રાઉન્ડ પાસે નંબર પ્લેટ વગરના ચાર સ્કુટર, મોટર સાયકલ લઇને ઉભા છે. જે સ્કુટર,મોટર સાયકલ તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે એલ.સી.બી. એ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં સ્કુટર, મોટર સાયકલ સાથે બન્ને હાજર મળી આવતાં તેની પાસે આધાર કે રજી. કાગળો રજુ કરવા કહેતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી આ સ્કુટર, મોટર સાયકલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેઓ બંનેની વધુ પુછપરછ કરતાં બંનેએ છેલ્લાં સાતેક દિવસથી નયન ઉર્ફે એન.કે.ના સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર-ૠઉં-૦૪-ઊઋ ૮૮૯૩માં જઇને ભાવનગર શહેરના ઇસ્કોન મોલ રોડ ઉપર આવેલ શેલના પેટ્રોલ પંપ પાસેથી એકસેસ સ્કુટર અને બંનેએ તેમના અન્ય બે મિત્રો સાથે મળીને કાળીયાબીડ રોડ ઉપરથી સ્પ્લેન્ડર, તેનાથી થોડે આગળની સફેદ કલરનું એકસેસ સ્કુટર અને રીંગ રોડ ઉપરથી સુઝુકી કંપનીના બર્ગમેન સ્કુટરની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા નયન ઉર્ફે એન.કે. દિલીપભાઇ કેશુભાઇ કાંબડ (ઉ.વ.૨૩ ધંધો- અલંગના સ્ક્રેપનો રહે.શેરી નંબર-૦૪, ફાચરીયાવાડ, વડવા, ભાવનગર) અને પિયુષ ઉર્ફે પીલ્લો અશોકભાઇ મેરાભાઇ ગોહિલ (ઉ.વ.૨૦ ધંધો- હિરાની ઓફિસમાં નોકરી રહે.મફતનગર, ફુલેશ્વર મહાદેવની બાજુમાં, ફુલસર, ભાવનગ)ની ધરપકડ કરી બન્નેની વધુ પૂછપરછમાં દર્શન ભેસલા રહે.મુખ્ય મંત્રી આવાસ યોજના,ફુલસર,ભાવનગર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ વાહન ચોરીમાં સંડોવણી ખુલતા સુઝુકી કંપનીનું આગળ-પાછળ નંબર વગરનું એકસેસ સ્કુટર કિ.રૂ.૬૦,૦૦૦, સુઝુકી કંપનીનું આગળ-પાછળ નંબર વગરનું બર્ગમેન સ્કુટર કિ.રૂ.૭૦,૦૦૦, સુઝુકી કંપનીનું આગળ-પાછળ નંબર વગરનું એકસેસ સ્કુટર કિ.રૂ.૫૦,૦૦૦ તેમજ હિરો કંપનીનું આગળ-પાછળ નંબર વગરનું સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપીઓ સામે નિલમબાગ પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૫૦૨૦૮/૨૫ ઇ.ગ.જ કલમ: ૩૦૩ (૨) મુજબ, ભરતનગર પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૫૦૦૯૩/૨૫ ઇ.ગ.જ કલમ: ૩૦૩ (૨) મુજબ અને અન્ય બે વાહન અંગે ઇ-એફ.આઇ.આર. નોંધાવવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્દસિંહ સરવૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકીવતેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ જોડાઈ હતી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
March 31, 2025 11:40 AMઆવતી કાલથી નવું નાણાકીય વર્ષ થશે શરૂ: બદલાતા નિયમોની અસર તમારા ખિસ્સા પર
March 31, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech