કોટેચા ચોકથી યુનિ.સુધીની દુકાનોના છાપરાનો કડુસલો

  • February 14, 2023 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દ્રારકાધિશ હોટેલ, માહી મયુર ભજીયા, કૈલાશ ફરસાણ, કારગિલ ગાંઠિયા, પ્રાઇડ બેકરી, ન્યુ પટેલ સાઇકલ સર્વિસ સહિતના ૨૧ દુકાનદારો ઝપટે: છાપરા તોડી પડાયા: વિજિલન્સ પોલીસના બંદોબસ્ત હેઠળ ટીપી બ્રાન્ચ ત્રાટકી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના આદેશથી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દર મંગળવારે વન વીક વન રોડ ઝુંબેશ હેઠળ શહેરના રાજમાર્ગેા ઉપર માર્જિન– પાકિગની જગ્યામાં કરાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને છાપરા,ઓટલા, રેલિંગ, ગ્રીલ વિગેરે દૂર કરીને ઝીરો લેવલ પાકિગ કરાવવામાં આવી રહ્યું છે. દરમિયાન આ ઝુંબેશ અંતર્ગત આજે શહેરના ગૌરવપથ કાલાવડ રોડ ઉપરના કોટેચા ચોકથી શ કરીને યુનિવર્સીટી રોડ ઉપર યુનિવર્સીટીના દરવાજા સુધીમાં આવેલી ૨૧ દુકાનોના માર્જિન–પાકિગમાં કરાયેલા છાપરા–ઓટલા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. વિશેષમાં મ્યુનિ.ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે યુનિવર્સીટી રોડ ઉપરની વિવિધ દુકાનો જેમાં (૧) દિનેશભાઇ ગૌસ્વામીના કલાસિક ફટવેર (૨) આલમગીરી અન્સારીના કારગિલ ગાંઠિયા (૩) ધર્મેશભાઈ ચાવડાના રોનક મોબાઇલ (૪) ભુપતભાઇ ટોળીયાની દ્રારકાધીશ હોટેલ (૫) મહાવીરસિંહ વાઘેલાની બ્લેક સલૂન અને મધુરમ કોલ્ડ ડિ્રન્કસ (૬) વિજયભાઇ ગામઠના પ્રિન્સ પાન એન્ડ કોલ્ડ ડિ્રન્કસ (૭) મયુરભાઈ રાતડીયાના ભારત ટી સ્ટોલ (૮) નરેન્દ્રભાઈ એચ.ગોહેલના યશ મોબાઇલ, રામદેવ પાન એન્ડ કોલ્ડ ડિ્રન્કસ (૯) જયેશભાઇ સંચાણિયાના ભારત ફાસ્ટ ફડ (૧૦) કિશોરભાઈ રામાણીના ભારત ફરસાણ (૧૧) પરિશ્રમ રેસ્ટોરન્ટ (૧૨) તુષારભાઈ ગૌસ્વામીની હરિ ઓમ શોપ (૧૩) કાનાભાઇ બાંભવાની દ્રારકાધીશ પાન (૧૪) ઇશ્વરભાઇની ચામુંડા પાન શોપ (૧૫) અંકિતભાઈ પટોળીયાની મહીં મયુર ભજીયા, શુભધારા કોમ્પ્લેકસ (૧૬) મુન્નાભાઈ છત્રાણીની કૈલાશ ફરસાણ દુકાન (૧૭) શશિકાન્તભાઇ જોબનપુત્રાની રાજશકિત ફરસાણ (૧૮) રોહિતભાઈ કાનાણીની પ્રાઇડ બેકરી (૧૯) પરસોત્તમભાઈ નસીતની ન્યુ પટેલ સાઇકલ સર્વિસ (૨૦) ઝવેરચદં મેઘાણી ટાવરના દુકાનદારો (૨૧) સમીરભાઈ પટેલના નવરસર્જન યુનિટ સહિતના સ્થળોએથી છાપરા–ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application