BREAKING NEWS

જામનગરમાં બપોરે આકરો તાપ: તાપમાન ૩૪.૫ ડીગ્રી

  • April 20, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બપોરે આકરો તાપ: તાપમાન ૩૪.૫ ડીગ્રી


અખાત્રીજનાં દિવસે આથમણો પવન ફુંકાયો: ચોમાસુ સામાન્ય રહેવાનો વરતારો


આજ સવારથી જ ફરીથી ગરમીનો માહોલ: ચુંટણી સમયે આકરો તાપ રહેવાની શકયતા


અખાત્રીજે આથમણો પવન ફુંકાયો છે જેના કારણે ચોમાસુ સામાન્ય રહેવાની શકયતા છે. તેવો વરતારો આવી રહ્યો છે. આથમણો પવન ફુંકાતા ગરમીનો પારો એકાદ બે ડીગ્રી નીચે આવ્યો છે પરંતુ જામનગરમાં હજુ પણ બપોરે ગરમી અને સવાર સાંજ ઠંડકનો માહોલ જોવા મળે છે. બપોરે આકરો તાપ જોવા મળે છે. જયારે આગામી દિવસોમાં આકરી ગરમી પડશે તેવા સંજોગ જોવા મળ્યા છે. અને મહતમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી જશે. માવઠાની આગાહી હતી પરંતુ કોઇ અસર થઇ નથી. 


અખાત્રીજના પવનનું ખુબ મહત્વ છે. ખેડુતો માટે વરસોથી અખાત્રીજે પવન કેવો રહેશે તેના ઉપર આખો મદાર જોવા મળ્યો છે. સૌ પ્રથમ વખત પશ્ર્ચિમ તરફથી પવન પુર્વ તરફ રહ્યો હતો. વરસાદ વહેલો થવાની થોડી શકયતા જણાય છે એટલે કે આથમણો પવન છે ત્યારે મઘ્ય ભાગમાં સારો વરસાદ થશે પરંતુ ચોમાસુ સામાન્ય રહેશે. ચોમાસાનાં અંત ભાગમાં ખંડવૃષ્ટિની શકયતા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી અને પાકની સ્થિતિ એકંદરે સારી રહેશે.


આખો દિવસ સૌરાષ્ટ્રમાં સુર્યદેવતા કોપાયમાન રહ્યા હતા. રાજકોટમાં તો ગરમીએ માઝા મુકી હતી. અવારનવાર રાજકોટનુ તાપમાન ૪૦ ડીગ્રીને પાર થઇ ગયું હતું. અધુરામાં પુરુ હોય તેમ ઓછો વરસાદ થાય તો ખેડુતોમાં ફરીથી ચિંતાનો માહોલ જન્મ્યો છે.
​​​​​​​

કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૪.૫ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૪ ડીગ્રી,  હવામાં ભેજ ૭૩ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. 


તંત્ર દ્વારા ગરમી વધે તો શું કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા કલેકટરે દ્વારકા ડિસ્ટ્રીકટ હીટ એકશન, ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્યને લગતી વિપરીત અસરથી બચવા ભારપુર્વક જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોએ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવા પણ જણાવાવમાં આવ્યું હતું. આમ, ગરમીથી બચવા હાલારમાં સરકાર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News