18 મહિલાઓ પર બળાત્કારના કેસમાં 215 આરોપી અધિકારીઓને કોર્ટે આપ્યો કારાવાસ, 31 વર્ષે આદિવાસી મહિલાઓને મળ્યો ન્યાય

  • September 30, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાચથી બળાત્કાર કેસમાં ૩૧ વર્ષે આદિવાસી મહિલાઓને મળ્યો ન્યાય, ગુનેગારો પાસેથી વસુલાશે વળતરની ૫૦ ટકા રકમ

તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટે બહુચર્ચિત જઘન્ય બળાત્કાર કેસમાં ૨૦૧૫ સરકારી અધિકારીઓને જેલ હવાલે કર્યા છે. ગુનેગારોને નીચલી અદાલત દ્વારા સમાન સજા આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી છે અને સજાને યથાવત રાખી છે. આ અધિકારીઓ પર ૧૮ વનવાસી મહિલાઓ પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ કેસમાં કોર્ટે તમામ દોષિતોને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું છે. બળાત્કારના ગુનેગારો પાસેથી વળતરની ૫૦ ટકા રકમ વસૂલવામાં આવશે. તમામ ગુનેગારોને ૧ થી ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.


તત્કાલીન ન્યાયમૂર્તિ વેલમુરુગને એ સમયના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષકને જિલ્લા વન અધિકારી સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેઓ ગુના સામે પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે કહ્યું કે સાક્ષીઓના પુરાવાઓથી સ્પષ્ટ છે કે સાચા ગુનેગારો કોણ હતા, પરંતુ તેઓએ તેમની સામે કોઈ પગલાં લીધા ન હતા અને સાચા ગુનેગારોને બચાવવા માટે નિર્દોષ ગ્રામજનોને ત્રાસ આપવામાં આવ્યો હતો.



શું છે દર્દનાક વાચથી બળાત્કાર કેસ ?

આ ઘટના ૨૦ જૂન, ૧૯૯૨ ના રોજ બની હતી, તે સમય દરમિયાન વીરપ્પન દક્ષિણમાં ચંદનની દાણચોરી માટે કુખ્યાત હતો. તમિલનાડુના વન અને મહેસૂલ વિભાગને માહિતી મળી હતી કે ધર્મપુરી જિલ્લાના વકાથી ગામમાં ચંદનની લણણી કરીને તેની દાણચોરી કરવામાં આવી રહી છે. જે બાદ તેઓએ ત્યાં દરોડો પડ્યો હતો. વીરપ્પન ન મળતા અધિકારીઓએ આદિવાસીઓ સાથે મારપીટ કરી હતી, જે બાદ પોલીસ અને કેટલાક અધિકારીઓએ રક્ષકના બદલે ભક્ષક બની ૧૮ આદિવાસી મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. જેમની એક ૧૩ વર્ષની બાળકી હતી તો એક ગર્ભવતી ! ગામમાં દરોડો પાડવા ગયેલી ટીમમાં ૧૫૫ વન કર્મચારીઓ, ૧૦૮ પોલીસકર્મીઓ અને ૬ મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ દરોડામાં કુલ ૨૬૯ સરકારી કર્મચારીઓ સામેલ હતા. પરંતુ ૧૯૯૨ થી ૨૦૨૩ સુધીમાં ૫૪ આરોપીઓ મૃત્યુ પામ્યા. લગભગ ૩૨ વર્ષ બાદ વનવાસી મહિલાઓને ન્યાય મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application