રાજકોટ મહાપાલિકામાં બજેટનો બ પણ સાકાર ન થયો

  • December 04, 2023 01:00 PM 

રાજકોટ મહાપાલિકાના બજેટમાં કેરી ફોરવર્ડ કરી રજુ યેલા જુના પ્રોજેક્ટ્સ હજુ પણ અધૂરા છે અને બજેટમાં રજૂ કરેલા નવા પ્રોજેક્ટ્સ પૂર્ણ વાની ચિંતા ની કારણ કે તે તો હજુ શરૂ જ યા ની. લોકસભાના ચુંટણી વર્ષ પૂર્વે કેન્દ્રમાં બજેટની તૈયારીઓ ચાલી રહી છે, આ વર્ષે રાજ્ય સરકારનું બજેટ વહેલું રજૂ શે તેવી ચર્ચા છે. જો કે રાજકોટ મહાપાલિકામાં હજુ સુધી કોઇએ બજેટનો બ ઉચ્ચાર્યો ની. બજેટ એટલે અંદાજપત્ર, તે ખરા ર્અમાં અંદાજ રજૂ કરતું હોવું જોઇએ ફકત આંકડાની ઇન્દ્રજાળ નહીં...અને જો તેમાં દર્શાવેલી યોજનાઓ સાકાર ન ાય તો તેને આંકડાની ઇન્દ્રજાળ જ કહેવું પડે. રાજકોટ મહાપાલિકાના ૨૦૨૩-૨૪ના બજેટમાં દર્શાવેલી નવી યોજનાઓ ઉપર નજર કરીએ તો તેમાંી અડધોઅડધ યોજના પણ પૂર્ણ ઇ ની. ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી જાહેર શે ત્યારે શાસકો ક્યા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તેના ઉપર રાજકોટની ૨૦ લાખની જનતા મીટ માંડીને બેઠી છે.
અમુક યોજનાઓ કે જેની સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ કરવાની જરૂર છે તે નીચે મુજબ છે.


રામના કોરિડોર પ્રોજેક્ટ
આજી રિવર ફ્રન્ટના પ્રમ ચરણ સમાં રામના મહાદેવ મંદિરના રામના કોરિડોર પ્રોજેક્ટ ને મ્યુનિ.બજેટમાં સમાવી લેવાયો છે પરંતુ આજ દિવસ સુધી માત્ર સાઈટ વિઝીટ અને ફોટોસેશન જ યા. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ક્યારે શે તેનો પણ કોઇને અંદાજ ની !
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટ પાછલા ક્રમે ધકેલાઇ ગયું છે, રાજકોટમાં આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે તેવું છેલ્લા એક વર્ષી કહેવાય છે પણ પૂર્ણ તો ની. નવેમ્બરમાં લોકાર્પણ વાની વાતો હતી પણ યું ની.
અટલ સરોવર પ્રોજેક્ટ
અટલ સરોવર પ્રોજેક્ટ પૂર્ણ વાની મુદ્દત પૂર્ણ યાને મહિનાઓ વિતી ગયા છે, હજુ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ યો ની. એજન્સી પ્રોજેક્ટ પૂર્ણ વા મામલે તારીખ પે તારીખ આપે છે અને મહાપાલિકા નોટિસ પે નોટિસ આપે છે.
સાંઢીયા પુલ પ્રોજેક્ટ
શહેરના જામનગર રોડ ઉપરનો આ પુલ રેલવે તંત્રએ બે વર્ષ પૂર્વે ભયગ્રસ્ત જાહેર કર્યો છે અને તેનું આયુષ્ય પૂર્ણ ઇ ગયાની લેખિતમાં જાણ કરી છે, અહીં નવો પુલ બનાવવા બજેટ જોગવાઇ કરાઇ છે પરંતુ એક વર્ષ વિતી ગયું છતાં ટેન્ડર પ્રસિધ્ધ ઇ શક્યું ની.
પીડીએમ કોલેજ ફાટકે બ્રિજ
ગોંડલ રોડ અને ઢેબર રોડની ટ્રાફિક સમસ્યા ઉકેલવા પીડીએમ કોલેજના ફાટકે બ્રિજ બનાવવા બજેટમાં જોગવાઈ કરાઈ છે પરંતુ અહીં પણ પ્રોજેક્ટ ટેન્ડરના તબક્કે પણ પહોંચ્યો ની.
કટારીયા ચોકડીએ બ્રિજ
કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ ના જંકશન પોઇન્ટ ઉપરની વર્તમાન ટ્રાફિક સમસ્યા અને ભવિષ્યમાં વધનારા ટ્રાફિક ભારણને ધ્યાને લઇ અહીં બ્રિજ બનાવવો જોઇએ તેવું નક્કી કરી બજેટમાં ફિઝિબિલિટી સર્વે માટે જોગવાઈ કરાઈ છે પરંતુ હજુ સુધી આ સર્વે રિપોર્ટ આવ્યો ની અને આવ્યો હોય તો જાહેર કરાયો ની.
રૈયા એક્સચેન્જ ચોક બ્રિજ
રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં બે ઓવરબ્રિજની વચ્ચે ત્રીજો બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ બજેટમાં ઉમેરી તેનો ફિઝિબિલિટી સર્વે કરવા બજેટમાં જોગવાઈ કરી લોકોને સપના દેખાડવામાં આવ્યા હતા તેનો સર્વે રિપોર્ટ પણ જાહેર કરાયો ની. લોકો રાહ જોઈ રહ્યા છે કે અહીં ક્યારે અને કેવો બ્રિજ બનશે!
નવા ભળેલા સાત ગામોમાં અસુવિધાઓ
રાજકોટ મહાપાલિકાની હદમાં ૨૦૧૫માં ભળેલા કોઠારીયા અને વાવડી તેમજ ૨૦૨૦માં ભળેલા માધાપર, ઘંટેશ્વર, મનહરપુર-૧ (પાર્ટ), મુંજકા અને મોટામવા સહિતના ગામોમાં આજ દિવસ સુધી નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી અને ખાસ કરીને ડામર રસ્તાઓ જેવી પ્રામિક સુવિધાઓ પણ લોકો સુધી પહોંચી ની.
મોટા પ્રોજેકટ તો દૂર નાના પણ ન શરૂ યા
રાજકોટ શહેરમાં ઉપરોક્ત મોટા પ્રોજેક્ટ્સ તો દૂર બજેટમાં દર્શાવેલા તદ્દન સામાન્ય નાના પ્રોજેક્ટ્સ જેમાં શાળાઓના નવા બિલ્ડીંગ બનાવવા, નવી વોર્ડ ઓફિસો બનાવવી, આંગણવાડીઓના નવા બિલ્ડીંગ બનાવવા, નવા આરોગ્ય કેન્દ્રો શરૂ કરવા, જુના આરોગ્ય કેન્દ્રોના નવા બિલ્ડીંગ બનાવવા, નવી લાઇબ્રેરી, નવા ગાર્ડન અને નવી શાક માર્કેટો બનાવવી જેવા બજેટમાં સમાવેશ કરાયેલા અનેક પ્રોજેક્ટ્સ પણ હજુ સુધી શરૂ યા ની. આશ્ચર્ય તો એ વાતનું છે કે જે તે કમિટીના ચેરપર્સનને તેમના કાર્યક્ષેત્રના ક્યા પ્રોજેક્ટ પેન્ડિંગ છે તેની પણ ખબર ની.
ડિસેમ્બરના અંતે કે જાન્યુઆરીના પ્રારંભે તો નવા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫નું બજેટ રજૂ ઈ જશે અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી કામ શરૂ કરાશે ! વર્તમાન વર્ષ ૨૦૨૩-૨૦૨૪ની અધૂરી યોજનાઓ કે શરૂ જ નહીં યેલી યોજનાઓ ધબાય નમ: ઇ જશે. 
આવા જ કારણોસર રાજકોટવાસીઓનો મહાપાલિકાના બજેટ ઉપરી વિશ્વાસ ઉઠી રહ્યો છે. હવે ટૂંક સમયમાં બજેટ રિવ્યુ મિટિંગ મળશે અને તેમાં બજેટનું વાસ્તવિક કદ ઘટીને અગાઉ જાહેર કરેલા બજેટની તુલનાએ પચાસ ટકા ઈ જશે તે નક્કી છે!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application