હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાંજના પાંચ વાગ્યા આસપાસ અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે વરસાદના કારણે મેચમાં પણ વિલંબ પડ્યો છે. મહત્વનું છે કે આજે ગુજરાત અને કલકત્તા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાનો હતો.
અમદાવાદ શહેરના ગોતા, એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી, જગતપુર, સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, આનંદનગર અને પાલડી જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જ્યારે શાહીબાગ, રિવરફ્રન્ટ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.
હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech