જી. જી. હોસ્પિટલમાં વિવિધ ઓ. પી. ડી. સેન્ટર્સના ફેરબદલી થયેલા સ્થળની નોંધ લેવા જોગ

  • May 26, 2023 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી. જી. હોસ્પિટલમાં વિવિધ ઓ. પી. ડી. સેન્ટર્સના ફેરબદલી થયેલા સ્થળની નોંધ લેવા જોગ

જામનગર તા. 26 મે, જામનગરની જી. જી. હોસ્પિટલમાં માનસિક રોગોની ઓ. પી. ડી./ આઉટ પેશન્ટ વિભાગ અત્યારે ટ્રોમા સેન્ટરના બીજા માળ પર કાર્યરત છે. જે આગામી તા. 29 મે થી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં પહેલા માળ ઉપર કાર્યરત થશે. માનસિક રોગોની ઓ. પી. ડી. માં 700 જેટલી પથારી ઉપલબ્ધ છે. તેમજ સ્કીન/ ત્વચા રોગોની ઓ. પી. ડી. નું નવા બિલ્ડિંગમાં પહેલા માળ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્વચા રોગોની ઓ. પી. ડી. માં 700 જેટલી પથારી ઉપલબ્ધ છે. 

તેમજ ઈ. એન. ટી. વિભાગ એટલે કે આંખ, નાક અને ગળાની ઓ. પી. ડી. ટ્રોમા સેન્ટરના પહેલા માળ ઉપર સ્થળાંતરિત કરવામાં આવી છે. જેની જામનગરની સર્વે જાહેર જનતાને નોંધ લેવા માટે તબીબી અધિક્ષકશ્રી, જી. જી. હોસ્પિટલ, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application