જામનગર: મિઠોઇ પાટીયા પાસે હીટ એન્ડ રન : પરપ્રાંતીય યુવાનનું મોત
રોડ ક્રોસ કરતી વેળાએ ઇકો ચાલકે હડફેટે લીધો : મેઘપર પોલીસ દ્વારા તપાસ
જામનગર ખંભાળીયા હાઇવે મિઠોઇ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા પરપ્રાંતીય યુવાનને ઇકો ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવીને નાશી ગયો હતો હીટ એન્ડ રનના આ બનાવમાં ઇકો ચાલક સામે ફરીયાદ થતા મેઘપર પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી રહી છે.
યુપીના પાતા ગામના વતની અને હાલ સુરત શિવ નરેશ મોરા ખાતે રહેતા સુમિતકુમાર રામનરેશ નામના યુવાન દ્વારા ઇકો કાર નં. જીજે૩૭એમ-૧૩૨૦ના ચાલક સામે મેઘપર પડાણા પોલીસમાં ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.
જે મુજબ તા. ૧૮ના આશરે દસેક વાગ્યા પહેલાના સમયે મિઠોઇ પાટીયા રોડ પર આરોપી ઇકો કારના ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી ફરીયાદીના ભાઇ પ્રશાંત રામનરેશ સવિતા (ઉ.વ.૩૧) રહે. હાલ સિકકા મુળ પાતા ગામ તા. ઓરોયા નામનો યુવાન ચાલીને જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે ઇકો ચાલકે ઠોકર મારી શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી નાશી ગયો હતો જે ફરીયાદ આધારે મેઘપર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.