અમેરિકાના અનેક શહેરોમાં ‘હીટ સ્ટ્રોક લોકડાઉન’

  • July 15, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


100 મિલિયન લોકો તીવ્ર ગરમીની ઝપેટમાં, કેલિફોર્નિયા, ટેક્સાસ, ફોનિક્સ, એરિઝોનામાં સ્થિતિ વધુ ખરાબ



અમેરિકામાં 100 મિલિયન લોકો આ તીવ્ર ગરમીની ઝપેટમાં છે. કેટલાક વિસ્તારોમાં રવિવારે તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ફોનિક્સ, એરિઝોનામાં સ્થિતિ વધુ ખરાબ છે. ત્યારે લોકો ને કારણ વગર ઘર ની બહાર ન નીકળવા સાવચેત કરાયા છે.



આ સમયે અમેરિકામાં તીવ્ર ગરમીથી લોકો પરેશાન છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા જેવા શહેરોમાં આકાશમાંથી આગ વરસી રહી છે. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. કેલિફોર્નિયાની ડેથ વેલીમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં રવિવારે તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. અમેરિકાના આ શહેરોમાં ઉનાળાની ગરમી ઘરની બહાર નીકળવા જેવી છે. ઘણા શહેરોમાં હીટ સ્ટ્રોક લોકડાઉન લાદવામાં આવ્યું છે.




લોકોને સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 100 મિલિયન લોકોને આ ભારે ગરમીનું જોખમ છે. કેલિફોર્નિયાની ડેથ વેલીમાં અગાઉ પણ આ પ્રકારની ગરમીનો અનુભવ થઈ ચૂક્યો છે.ટેક્સાસ, ફ્લોરિડા અને એરિઝોનામાં છેલ્લા કેટલાય સપ્તાહોથી ભારે ગરમી પડી રહી છે. ફોનિક્સમાં પારો 47-48 ડિગ્રીની આસપાસ યથાવત છે. આ શહેરોમાં રાત્રે પણ રાહત નથી. રાત્રિના સમયે પણ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ રહે છે.




કેલિફોર્નિયામાં રવિવારે પારો 54 ડિગ્રી સુધી પહોંચી શકે છે


નેશનલ વેધર સર્વિસની આગાહી અનુસાર કેલિફોર્નિયાની ડેથ વેલીમાં રવિવારે તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે 2020માં પણ અહીં પારો 54 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. અહીં ઓલ ટાઈમ ગ્લોબલ રેકોર્ડ 56 ડિગ્રી સેલ્સિયસનો છે. 1913માં ફર્નેસ ક્રીકમાં પણ આ જ તાપમાન નોંધાયું હતું. 1931માં ટ્યુનિશિયામાં 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.


વૃદ્ધો અને નાના બાળકોને સાવચેત રહેવાની સલાહ


વૃદ્ધો, નાના બાળકો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમને ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ હીટ વેવ વેવ પહેલા આ વર્ષે ફોનિક્સના મેરીકોપા કાઉન્ટીમાં ગરમીના કારણે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા, અને ગયા વર્ષે 425 લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application