ગુજરાત કોસ્ટગાર્ડ-એટીએસનું દરિયામાં દિલધડક ઓપરેશન...

  • March 07, 2023 05:01 PM 

૪૨૫ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ ઇરાનીને ઓખા લાવ્યા


ઓખાથી ૧૯૦ માઇલ દૂર બોટને આંતરીને દબોચી લેવાયા : જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન

કોસ્ટગાર્ડ-એટીએસની ટુકડીઓએ ઓખા નજીકના દરીયામાં દિલધડક ઓપરેશન પાર પાડીને પાંચ ઇરાની સાથેની બોટને ઝડપી લીધી હતી, સધન તપાસ કરતા બોટમાંથી ૬૧ કીલો કિ. રૂ. ૪૨૫ કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, દરમ્યાનમાં બોટને ઓખા બંદરે લાવવામાં આવી હતી જયાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન હાથ ધરવામાં આવ્યું છે, 
એક ઈરાની માછીમારી બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે અને મધદરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે સફળ ઓપરેશન પાર પાડયું હતું. 





ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, એક બોટમાં ડ્રગ્સનો જથ્થો લઇને શખ્સો ભારતીય જળસીમા તરફ આવ્યા છે જેના આધારે બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો આઇસીજીએસ મીરા અને આઇસીજીએસ અભિષેકને અરબી સમુદ્રમાં પેટ્રોલીંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા, દરમ્યાનમાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. 



કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં ૧૯૦ નોટિકલ માઇલ્સ (૩૪૦ કિમી) ખાતે પહોંચી બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકવવા પ્રયાસ કરતા તે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તેને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. જેમાંથી ૪૨૫ કરોડની કિંમતનું ૬૧ કિલો હેરોઇન કબ્જે કર્યું હતું. પાંચેય આરોપીઓને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી.
આ સાથે બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવ્યા હતા, છેલ્લા અઢાર મહિનામાં આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂ. ૨૩૫૫.૦૦ કરોડની કિંમતના ૪૦૭ કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.


બોકસ 
ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ લોડ કરાયાની આશંકા
સૂત્રોના જણાવ્યા મુજબ, ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ગયા હોવાની શંકા છે. જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધદરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. આરોપીઓની આ મામલે જુદી જુદી એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application