પોરબંદરને કિલ્લેબંધી કરીને ત્રણે બાજુથી ત્રણ-ત્રણ ટોલનાકા દ્વારા મસમોટો ટોલટેક્સ હાઇવે ઓથોરિટી વસુલી રહી હોવાથી સ્થાનિકકક્ષાએ લોકોને રાહત આપવા માટે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીને પોરબંદરની સંસ્થા દ્વારા રજુઆત કરવામાં આવી છે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીયમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર ની આજુબાજુના ૪૦ કિ.મી.ના વિસ્તારમાં ત્રણ-ત્રણ ટોલનાકા દ્વારા દિવસ-રાત મોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે.
પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર શહેરથી માત્ર ૧૦ કિ.મી. કરતાં પણ ઓછા અંતરે વનાણાનું ટોલનાકુ આવેલું છે અને વર્ષોથી ત્યાં ખુબ મોટો ટોલટેક્સ વસુલવામાં આવે છે.કોઈપણ શહેરની આટલી તદન નજીક ટોલનાકુ હોઈ શકે નહી. અથવા જો ટોલનાકુ રાખવાનું હોય તો પણ સ્થાનિક વાહનચાલકોને તેમાંથી મુક્તિ આપવી જોઈએ તેના બદલે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી.તો બીજી બાજુ પોરબંદર માધવપુર નેશનલ હાઇવે પર ગોરસર નજીક ટોલનાકુ બનાવી દેવામાં આવ્યું છે ત્યાં પણ ખુબ મોટી વસુલાત ટેક્સની કરવામાં આવે છે. અને સ્થાનિકકક્ષાએ કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. ત્રીજી બાજુ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર કુછડી ગામ નજીક ટોલનાકુ બનાવવામાં આવ્યું છે,આ ટોલનાકુ પણ પોરબંદરથી માંડ ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે અને ત્યાં પણ દિવસ-રાત ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે જેમાં સ્થાનિક પોરબંદરવાસીઓને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી.
રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરવાસીઓને ૪૦ કિલોમીટરના અંતરમાં જ ત્રણ-ત્રણ ટોલનાકા દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે અને ખુબ જ વધુ પડતો ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે જે બાબત તદ્દન યોગ્ય છે. કારણકે સુવિધાઓ આપવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઉણી ઉતરી રહી છે ઠેર-ઠેર હાઇવે બિસ્માર બની ગયો છે અને મસમોટા ગાબડા પડી ગયા છે.
એટલું જ નહી પરંતુ અનેક જગ્યાએ જ્યાં શહેર કે ગામ આવે છે ત્યાંની હાઇવે પરની લાઈટો પણ પણ બંધ છે તો બીજી બાજુ ઠેર-ઠેર ડિવાઈડરોને તોડી નાખવામાં આવ્યા છે,જેના કારણે ખાચામાંથી વાહનચાલકો પસાર થાય છે ત્યારે નેશનલ હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાય છે.
વળી આ હાઇવે પર રખડતા પશુઓને દૂર કરવાની જવાબદારી પણ નેશનલ હાઈવે ઓથોરિટી માથે લેતું નથી અને તેના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાયા કરે છે છેલ્લા એક મહિનામાં જ પોરબંદરની આજુબાજુમાં સર્જાયેલા વાહનો અકસ્માતોમાં ૧૦ થી વધુ પશુઓના મોત નીપજ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહી,
પત્રના અંતે રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,પોરબંદર જિલ્લામાં સ્થાનિકકક્ષાએ ટોલટેક્સમાંથી સંપુર્ણપણે મુક્તિ આપવી જરી બની છે અને આ અંગે કેન્દ્રીય કક્ષાએથી વહેલીતકે નિર્ણય લેવાય તેવી મારી માંગ છે તેમ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech