જામનગર : પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયને વધાવવા ધ્રોલમાં ભવ્ય ઉજવણી
જામનગર : પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયને વધાવવા ધ્રોલમાં ભવ્ય ઉજવણી
May 06, 2026 12:12 PM
જામનગર : પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયને વધાવવા ધ્રોલમાં ભવ્ય ઉજવણી
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજયને વધાવવા માટે ધ્રોલ શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધ્રોલ ખાતે આવેલા ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકત્રિત થયા હતા અને પક્ષની જીતને ફટાકડા ફોડીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ વિજયોત્સવમાં પક્ષના વિવિધ હોદ્દેદારો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભાજપના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને કાર્યકરોએ આગામી સમયમાં પક્ષની વધુ મજબૂતી માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ધ્રોલ શહેર અને તાલુકામાં આ વિજયના સમાચારથી ભાજપ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.