ગોંડલ : ગુંદાળા ફાટક તોડી આઇસર ચાલક ફરાર, સમયસૂચકતા વાપરી ગેટ મેને મોટો અકસ્માત થતા રોક્યો

  • January 18, 2023 12:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વેનું ફાટક નંબર 38 બંધ કરતી સમયે આવેલ આઇસર ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું ફાટક મેન આઇસર પાછળ જતા આઇસર ચાલક નાસી છૂટ્યો હતો. ટ્રેન ના ડ્રાઈવર ની સમય સુચકતા થી ફાટક નજીક ટ્રેન ને ઉભી રાખી દેવામાં આવી હતી.

ગુંદાળા રોડ પર આવેલ રેલ્વેનું  ફાટક નંબર 38 બંધ કરતી સમયે આઇસર ચાલક ફૂલ સ્પીડ માં આવીને રસ્તો પસાર કરવા જતાં ફાટક ને તોડી પાડી આઇસર ચાલક નાસી છૂટ્યો હતો ટ્રેન રેલ્વે સ્ટેશન થી નીકળી ચુકી હતી ટ્રેન ના ડ્રાઈવરને ધ્યાન માં આવતા ડ્રાઈવરે ટ્રેન ને ફાટક નજીક ઉભી રાખી હતી રાજકોટ થી સોમનાથ જતી ટ્રેન 09513 સવારે 9 વાગ્યે ગોંડલ ગુંદાળા ફાટક પાસે રેલ્વે ટ્રેકપર થી નીકળવાની હતી તે સમયે ફાટક બંધ થતાં સમયે આઇસર ચાલક ફૂલ સ્પીડ માં આવી જતા ફાટક ને તોડી પાડ્યું હતું અને ઓન ડ્યુટી ગેઇટ મેને આઇસર ચાલકની પાછળ જતા ચાલક ભાગી છૂટ્યો હતો ગોંડલ રેલ્વે સ્ટેશન થી નીકળેલ ટ્રેન ને ફાટક પાસે સિગ્નલ ના મળતા ટ્રેન રોકી દેવામાં આવી હતી એક્સ્ટ્રા ફાટક બંધ કરી ને ટ્રેનને સિગ્નલ મળતા જ ટ્રેન સોમનાથ તરફ રવાના થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application