બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં પાંચ યુવાનોના મોત

  • May 13, 2023 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

તળાવમાં બે યુવાનો નાહવા પડ્યા હતા ડૂબતા જોઈ ત્રણ યુવાનો તેમને બચાવવા જતા પાસે યુવાનો ડૂબ્યા : ફાયર વિભાગે દોઢ કલાકે મૃતદેહ બહાર કાઢ્યા


બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં નાહવા પડેલા બે યુવાનોને બચાવવા જતાં ત્રણ યુવાનોએ કૃષ્ણસાગર તળાવમાં જંપલાવ્યું હતું નાહવા પડેલા બે યુવાનો અને બચાવવા ગયેલા ત્રણ યુવાનો સહિત પાંચ યુવાનોના ડૂબી જતા મોત નિપજ્યા હતા આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને કારણે બોટાદ જવા પામી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાંચ યુવાનોના મોત થયા. નાહવા પડેલા યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. નાહવા પડેલા યુવાનોને બચાવવા ગયેલા ત્રણ યુવાનોના પણ ડૂબી જતાં મોત નિપજ્યા છે. તમામ મૃતકો બોટાદના રહેવાસી હતા. ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી હતી. બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે.


પાંચ યુવકોના ડૂબવાથી મોત નિપજ્યા

સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા SP, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓનો ઘટનાસ્થળે દોડી આવ્યા અને આ મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નહાવા પડેલા બે વ્યક્તિઓને બચાવવા જતા અન્ય ત્રણ વ્યક્તિઓએ તળાવમાં છલાંગ લગાવી હતી, પરંતુ તરતા ન આવડ્યું અને એ ત્રણ પણ પાણીમાં ડૂબ્યા હતા. આમ પાંચના ડૂબવાથી મોત નિપજ્યા છે.


ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી

ફાયર વિભાગને જાણ થતા જ તાબડતોદ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને બહાર નીકાળવા માટે દોઢ કલાક જેટલો સમયની જહેમત ઉઠાવી હતી. બાદમાં તમામ મૃતદેહ બહાર કાઢ્યા હતા.


પાંચના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યો

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સર્જાયેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પરિવારમાં ભારે આક્રંદનો માહોલ છવાયો છે. પાંચના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનિય છે કે, ડૂબનાર પાંચ વ્યક્તિઓ બોટાદ શહેરના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application