શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદી પર ભૂતકાળમાં યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. હવે આ મામલામાં અસિત મોદી અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. શોમાં 'મિસિસ સોઢી'નું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અસિતની સાથે જેનિફરે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રામાણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને હવે આ મામલે ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ FIR નોંધી છે. શોના કલાકાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જેનિફર મિસ્ત્રીએ અસિત પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને સોશિયલ સાઈટ પર વીડિયો દ્વારા પોતાની વાત શેર કરી હતી. હવે એફઆઈઆર નોંધાયા બાદ અસિત પર ખતરાના વાદળો ઘેરાવા લાગ્યા છે.
શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક સમયથી સતત હેડલાઈન્સમાં છે. શોના ઘણા કલાકારો અત્યાર સુધી પોતાની ફરિયાદ લઈને આગળ આવ્યા છે. ઈન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે માર્ચ 2023માં કામ કર્યા બાદ જ્યારે તેણે ઘરે જવાનું કહ્યું તો અસિતે તેને જવા દેવાની ના પાડી. જ્યારે તેણે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો નિર્માતાએ તેને ધમકી આપી. આ પછી અભિનેત્રીએ નિર્માતા અને અન્ય બે લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. આ કેસ પછી ઘણા કલાકારોએ કામની સમસ્યાઓને લઈને ખુલાસો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMઆઈફોન 16ની દિવાનગી : વેચાણ શરૂ થતાં સ્ટોરની બહાર લાંબી લાઈનો લાગી
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech