દિગ્ગજ ટેક કંપ્ની એપલે આજથી આઈફોન 16 સિરીઝનું વેચાણ શરૂ કરી દીધું છે. કંપ્નીએ 9 સપ્ટેમ્બરે ’ઇટ્સ ગ્લો ટાઇમ’માં એઆઈ ફીચર્સ સાથે આઈફોન 16 સીરિઝ લોન્ચ કરી હતી. પ્રથમ વેચાણ લાઇવ થતાં જ, મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોર પર આઈફોન પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી. એપલ સ્ટોર ખુલતાની સાથે જ સવારથી લોકો સ્ટોરની બહાર દોડતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, આઈફોનનું છેલ્લું મોડલ લોન્ચ થયા બાદ પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.
કંપ્નીએ 9 સપ્ટેમ્બરે આઈફોન 16 સિરીઝના ચાર મોડલ રજૂ કયર્િ હતા. આમાં આઈફોન 16, આઈફોન 16 પ્લસ, આઈફોન પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે આઈફોનનું નવું મોડલ જૂના મોડલ કરતા ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ઘણા નવા અને ઉત્તમ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
આઈફોન 16ની પ્રારંભિક કિંમત 79,900 રૂપિયા છે, જે 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ 256 જીબી અને 512 જીબી વેરિયન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે 89,900 રુપિયા અને 1,09,900 રુપિયા છે. આઈફોન 16 પ્લસની કિંમત 89,900 રુપિયાથી શરૂ થાય છે, અને તેના 256જીબી અને 512જીબી વેરિઅન્ટની કિંમત અનુક્રમે 99,900 રુપિયા અને 1,19,900 રુપિયા છે.
આઈફોન 16 પ્રોની કિંમત 1,19,900 રુપિયાથી શરૂ થાય છે, અને તે 128જીબી, 256જીબી, 512જીબી અને 1ટીબી વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે 1,29,900 રુપિયા, 1,49,900 રુપિયા અને 1,69,900 રુપિયા છે. આઈફોન 16 પ્રો મેક્સની કિંમત 1,44,900 રુપિયાથી શરૂ થાય છે, અને તેના 512જીબી અને 1ટીબી વેરિઅન્ટની કિંમત અનુક્રમે 1,64,900 રુપિયા અને 1,84,900 રુપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech