BREAKING NEWS

જામનગર: બેડીમાં બે પરિવારો વચ્ચે માથાકુટ: વૃઘ્ધ સહિત ત્રણને ઇજા

  • June 23, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર: બેડીમાં બે પરિવારો વચ્ચે માથાકુટ: વૃઘ્ધ સહિત ત્રણને ઇજા


પ્રસાદી લેવામાં બાળકને ધકકો લાગતા મામલો ઉગ્ર બન્યો : સામ સામી પોલીસ ફરીયાદ


જામનગરના બેડી સોઢા ફળીમાં બે પરિવાર વચ્ચે નજીવી બાબતે માથાકુટ થઇ હતી જેમાં પથ્થર અને ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારતા મામલો પોલીસમાં પહોચ્યો છે, સામસામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

​​​​​​​

જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં રહેતા છુટક મજુરી કરતા અનવર સુલેમાનભાઇ સંઘાર (ઉ.વ.૫૪)ની દિકરીનો દિકરો તેમજ સામેવાળાનો દિકરો ન્યાઝની પ્રસાદી લેતા હતા ત્યારે ધકકામુકી થતા આરોપી દિકરો પડી જતા આ બાબતનું મનદુ:ખ રાખી ફરીયાદીના ઘર પાસે આરોપીઓ આવીને એક સંપ થઇ મંડળી રચી પથ્થરો ધારણ કરીને જેમ તેમ બોલી ઢીકાપાટુનો માર મારી છુટા પથ્થરના ઘા કરીને ફરીયાદીને કપાળ અને નાકના ભાગે ઇજા પહોચી હતી. 


તેમજ ફરીયાદીના નવાસા સયાનને કપાળના ભાગે પથ્થરનો ઘા લાગતા ઇજા થઇ હતી, સામેવાળાઓએ ફરીયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે અનવરભાઇ દ્વારા બેડી મરીન પોલીસમાં સોઢાફળીમાં રહેતા તનવીર ગુલામ જેડા, જરીનાબેન ગુલામ જેડા, હુશેનાબેન ઓસમાણ જેડા, જુબીબેન રજાક જેડા, શકીનાબેન અસગર જેડા, કાદર ઇસ્માઇલ ચૌહાણ અને ગુલામ રજાક જેડાની વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી હતી. 


સામા પક્ષે બેડી સોઢા ફળીમાં રહેતા જરીનાબેન ગુલામભાઇ જેડા (ઉ.વ.૩૭)એ વળતી ફરીયાદ બેડી મરીન પોલીસમાં સોઢા ફળીમાં રહેતા અનવર સંઘારની દિકરી યાસ્મીન, અનવર સંઘાર, ફરીદાબેન અનવર સંઘાર અને એજાજ અનવર સંઘારની વિરુઘ્ધ નોંધાવી હતી.

જેની વિગત મુજબ ફરીયાદીનો દિકરો અને યાસ્મીનની દિકરી પ્રસાદી લેતા હતા ત્યારે ફરીયાદીના દિકરાને ધકકો મારી પછાડી દીધેલ હોય જે બાબતે બે આરોપી સમજાવવા જતા અન્ય આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારેલ તેમજ એક આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ વાળ પકડી પછાડી દઇ તેમજ અન્ય એક આરોપીએ લાકડી વડે મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી દઇને એકબીજાને મદદગારી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application