BREAKING NEWS

જામનગરમાં ગુરૂ નાનકદેવજીના જન્મોત્સવ અંતર્ગત પ્રભારી ફેરી યોજાઇ

  • October 31, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુરૂ નાનકદેવજીના જન્મોત્સવ અંતર્ગત પ્રભારી ફેરી યોજાઇ


​​​​​​​જામનગર શહેરમાં ગુરુદ્વારા શ્રી ગુરુંસિંઘ  સભામાં ગુરુનાનક દેવજીની ૫૫૬ મી જન્મજયંતિની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત  ગુરુદ્વારા ગુરુસિંઘ સભા સ્થળેથી પ્રભાત ફેરી સવારે ૫.૪૫ વાગ્યે નીકળી હતી, જેના પ્રારંભે આજે સવારે ગુરુદ્વારા થી સાત રસ્તા અને ત્યાંથી ક્રિકેટ બંગલા થઈ નગર ભ્રમણ કરીને ગુરુદ્વારામાં પરત ફરી હતી. આ ઉપરાંત ગુરુદ્વારામાં સેહજ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો છે,

જ્યારે બુધવાર તા ૫.૧૧.૨૦૨૫ના દિવસે સવારે ૧૦ વાગ્યે સેહજ પાઠ સાહેબની પુર્ણાહુતી થશે, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કાર્યકર્મની સંપૂર્ણ સમાપ્તિ બપોરે ૨.૦૦ વાગ્યે રાખવામાં આવી છે તે પછી ગુરૂ કા લંગરનું આયોજન રાખવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application