BREAKING NEWS

જામનગર  :  જોડીયામાં જુની અદાવતના મામલે યુવક પર જીવલેણ હુમલો ​​​​​​​

  • April 30, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  જોડીયામાં જુની અદાવતના મામલે યુવક પર જીવલેણ હુમલો


ક્રિકેટ રમવા બાબતે અગાઉ થયેલી બોલાચાલી કારણભુત : છરીનો ઘા ઝીંકયો 


જોડીયા વિસ્તારમાં અગાઉ ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને એક યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ૩ શખ્સો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 


જોડીયાના મોટોવાસ વિસ્તારમાં રહેતા સોહીલભાઈ અબ્દુલભાઈ ગંઢ (ઉં.વ. ૨૧) પોતાના મિત્રો સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપી સાહિલ ઇદ્રીશભાઈએ તેમનો રોકીને બોલાચાલી કરી હતી, અને ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓ ફરીયાદીના ઘર પાસે પહોંચ્યા હતા.


ફરીયાદી બહાર આવતા આરોપી ઇદ્રીશભાઈ અને હમજાભાઈએ તેમને પકડી રાખ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી સાહિલે છરી વડે છાતીના જમણા ભાગે ગંભીર ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.


ઘટનાની જાણ થતાં જ જોડીયા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.


આ અંગે સોહીલભાઇ દ્વારા જોડીયા પોલીસમાં સાહીલ ઇદ્રીશ તથા ઇદ્રીશભાઇ અને હમજાભાઇની વિરુઘ્ધ ફરીયાદ કરી છે. ફરીયાદી તથા આરોપી સાહીલને રમઝાન મહિનામાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી માથાકુટ થઇ હતી જેનો ખાર રાખી આ બબાલ થયાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application