BREAKING NEWS

લતીપર ગામમાં વૃઘ્ધ વેપારી પર જીવલેણ હુમલો

  • March 31, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લતીપર ગામમાં વૃઘ્ધ વેપારી પર જીવલેણ હુમલો

અપશબ્દો બોલવાની ના પાડવાના મામલે એક શખ્સ વિફર્યો 


ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડી દુર જતુ રહેવાનુ કહેતા આ બાબતનો ખાર રાખીને ગામમાં રહેતા એક શખ્સે ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે વૃઘ્ધ વેપારી પર હિંચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી, ફરીયાદના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. 

લતીપર ગામમાં રહેતા લક્ષમણભાઇ ધરમશીભાઇ મેંદપરા (ઉ.વ.૬૫) નામના વૃઘ્ધ તથા ફરીયાદીના પત્ની અને અન્ય કુટુંબીજનો પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપી ચેતન ત્યાં આવી અપશબ્દો બોલતો હોય જેથી ફરીયાદીના પત્નીએ ઘર પાસેથી દુર જતુ રહેવાનુ કહેતા જેનો ખાર રાખી ગઇકાલે વહેલી સવારે ઘર પાસે આવીને ફરી વખત અપશબ્દો બોલીને જતો રહયો હતો.

ત્યાર બાદ ફરીયાદી લક્ષમણભાઇ પોતાની દુકાન પર જઇને સાફ સફાઇ કરી રહયા હતા ત્યારે પાઇપ સાથે ઘસી આવેલા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે હુમલો કર્યો હતો ફરીયાદીને હાથ, માથાના ભાગે ઘા ઝીંકી દઇ ડાબા હાથમાં ફ્રેકચર અને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી હતી. 
ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાનમાં લક્ષમણભાઇ મેંદપરા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે લતીપર ગામમાં રહેતા ચેતન વસંત ધોરેચા નામના શખ્સ વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૨ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ ચલાવી રહયા છે આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News