24 ફેબ્રુઆરીની ઓખા દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

  • February 22, 2023 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

24 ફેબ્રુઆરીની ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે


 ઉત્તર રેલવે સ્થિત દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને જતી ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, 24.02.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફર નગર અને દેવબંદ સ્ટેશનનો સમાવેશ થાય છે.



 રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application