ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ: એસએનકે સંચાલિત મ્યુનિ.સ્કૂલમાં ૭૫ જગ્યા સામે ૪૮૫ અરજી

  • August 04, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયરની ઉપસ્થિતિમાં ડ્રો યોજી પ્રવેશ અપાયો: ગુજરાતી માધ્યમની મ્યુનિ.શાળાઓમાં જિલ્લાફેર બદલીથી ૨૦૧ શિક્ષકોની ઘટ પુરાઇ




રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એસએનકે ગૃપના અને જેએચપી ફાઉન્ડેશનના સહયોગથી ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે નર્સરીમાં પ્રવેશ માટે



કુલ ૭૫ જગ્યા સામે ૪૮૫ ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા જેની ચકાસણી બાદ ૪૭૮ અરજીઓ માન્ય કરવામાં આવી હતી અને તેમાંથી જાહેર ડ્રો મારફત ૭૫ બાળકોને નર્સરીમાં પ્રવેશ માટે પસંદ કરવામાં આવ્યા હતા.





મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલા જાહેર ડ્રોમાં વેસ્ટ ઝોનમાં આવેલ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં.૬૪, ઇસ્ટ ઝોનમાં આવેલ ડૉ.હોમી જહાંગીર ભાભા શાળા નં.૭૮ અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ વીર કવિ નર્મદ શાળા નં.૭૯માં દરેક સ્કુલમાં નર્સરી માટે ૨૫ બાળકોની પસંદગી કરાયેલ જેમાં દરેક સ્કુલમાં ૧૨ બોયઝ અને ૧૩ ગર્લ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે જીલ્લા ફેરબદલીની પ્રક્રિયાથી ૨૦૧ શિક્ષકોની નિમણૂક થયેલ છે. આ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.



વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે,

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનીની ૯૩ સ્કુલમાં ૧૧૦૬ શિક્ષકોનો સ્ટાફ છે અને તેઓ ઉચ્ચ અભ્યાસ પણ ધરાવે છે તેમજ શાળાઓમાં કોમ્પ્યુટર, લેબોરેટરી, રમત ગમતનું ગ્રાઉન્ડ વગેરે સુવિધા ઉપલબ્ધ છે. શાળા બોર્ડના ઘણા છાત્રો ડોક્ટર સહિતના વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ હોદા સુધી પહોંચ્યા છે જે ગૌરવની બાબત છે. તાજેતરમાં જીલ્લા ફેરબદલી પ્રક્રિયા મારફત ૨૦૧ શિક્ષકોની નિમણૂક કરી શાળા બોર્ડનું મહેકમ પૂર્ણ થયેલ છે જેથી શિક્ષણને વેગ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application