અમરેલીની ટ્રસ્ટ સંચાલિત સિવિલમાં સંચાલકોની તાનાશાહી-તુમાખી, ડોકટરો વચ્ચે દર્દથી કણસતી જનતા

  • June 27, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 અમરેલી સિવિલ હોસ્પિટલ સરકારે ખાનગી ટ્રસ્ટના હવાલે કર્યા બાદ દર્દી નારાયણ ની આરોગ્ય લક્ષી સેવાઓમાં સુધારા થવાના બદલે દુવિધા ની હારમાળા સર્જાતા સરકારને રજૂઆત કરવામાં આવેલ હતી. અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ આજે ખુદ બીમારીના બીછાને સપડાયેલ હોય તેમ સ્ટ્રેચરમાં ઘાયલ અને દર્દ થી કણસતા દર્દીઓને અહી સારવાર મળવાના બદલે  ખાનગી અથવા રાજકોટ કે ભાવનગરના દવાખાને જવા મજબૂર બનેલ છે. અતિ કથળેલી આરોગ્ય લક્ષી સેવા અંગેની પરિસ્થિતિ અંગે સરકારે આખરે તપાસ તો હાથ ધરેલ હતી. પરંતુ અંધાપા કાંડની જેમ આ તપાસ પણ અભેરાઈએ ચડી જવાની દહેજત વચ્ચે આ તપાસ પણ શહેર માં ટોક ઓફ ધી ટાઉન  બનેલ છે.
 પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાની ૧૭ લાખની જનતાની આરોગ્ય લક્ષી સેવા અંગે અમરેલી જિલ્લાની અને અમરેલી શહેરની એ ગ્રેડની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વધુમાં વધુ સારી આરોગ્ય લક્ષી સેવા મળી રહે તેવા શુભ આશય સાથે સરકારે આ હોસ્પિટલ શાંતાબા હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સાથે એમ.ઓ.યું. કરી ખાનગીકરણ કરી નાખવામાં આવેલ હતું.
​​​​​​​
          આ ખાનગી ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ નું નામ શાંતાબા જનરલ હોસ્પિટલ રાખવામાં આવેલ હતું. જિલ્લા ભરના દર્દી નારાયણને એવી આશા બંધાયેલ હતી કે હવે તમામ પ્રકારની મોંઘી આરોગ્ય લક્ષી સેવા અમરેલીમાં આ હોસ્પિટલમાં મફત અને સારી સવલત સાથે મળશે પરંતુ દર્દીઓની આ આશા ઠગારી નીવડેલ હતી. શાંતાબા જનરલ હોસ્પિટલ ની હાલત હાલ ડમ ડમ ઢોલ માહે પોલ જેવી સર્જાયેલ છે. સરકાર સાથે થયેલ એમઓયુનો સરેઆમ ઉલાળીયો થતો હોવા અંગે ભારે આકોશ ની લાગણી સાથે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ હતી જેમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જવાબદાર ડોક્ટર સમયસર તપાસ અર્થે પણ આવતા ન હોવા થી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર્દીઓને હોસ્પિટલમાંથી સરકારની મફત દવા આપવાના બદલે હોસ્પિટલના કેમ્પસમાં જ ખોલી નાખવામાં આવેલ ખાનગી મેડિકલના હવાલે કરી દર્દીઓને આર્થિક લૂંટવાનો વખત આવેલ છે. તેમજ સોનોગ્રાફી પણ કરવામાં આવતી ન હોવાના કારણે દર્દીઓને ખાનગી દવાખાને ધકેલી દેવામાં આવે છે. દર્દીઓને આરોગ્ય લક્ષી સેવા પૂરતી ન મળવાની ફરિયાદોની હારમાળા વચ્ચે પીવાના પાણી માટે પણ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના કેમ્પસમાં જ ખોલવામાં આવેલ કેન્ટીનના હવાલે થઈ આર્થિક લૂંટાવું પડે છે. શાંતાબા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા ના બદલે દૂવિધા માં સપડાવવાનો વખત આવતા જિલ્લાભરમાં હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઊભા થતા ભારે આક્રોશની લાગણી છવાયેલ હતી જે અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવતા વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પરંતુ લોકોમાં આ તપાસ સામે અનેક સવાલો ઊભા થયેલ છે કે ઉંચી રાજકીય વર્ગ ધરાવતા આ ટ્રસ્ટ સામે કાર્યવાહી થશે કે પછી અંધાપા કાંડ ની જેમ ભીનું સંકેલાઈ જશે????



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application