↵જામનગરમાંથી લાંચ લેતા પકડાયેલા પીજીવીસીએલના નાયબ ઇજનેર અને લાઇનમેન સસ્પેન્ડ
બન્ને કર્મચારીઓ સામે ખાતાકીય ઇન્કવાયરી કરી તપાસ કરવા પીજીવીસીએલનો આદેશ: લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ
જામનગરના શાપર સબ ડીવીઝનના ના. ઇજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર અને આસી. લાઇનમેન મનોજરામ મુંગારામ પ્રજાપતિ રૂ.૮૦,૦૦૦ ની લાંચ લેતા પકડાઇ જતા પીજીવીસીએલની વડી કચેરીએ આ બન્નેને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય ઇન્કવાયરી કરવાઆદેશ આપ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે ગેસ્ટ હાઉસ માટે લોડ વધારવા અરજી કરી હતી, કામ ન થતાં નવું ટીસી અને મીટર લગાવવા માટે શાપર સબ ડીવીઝનના ના.ઇજનેર ઋષિ પરમારે રૂ.૧ લાખની માંગ કરી હતી ત્યારબાદ રૂ.૮૦,૦૦૦ આપવા નકકી થયું હતું. તા.૧૭ના રોજ મોટી ખાવડી જામનગર હાઇવે ઉપર એક પેટ્રોલપંપ પાસે ના.ઇજનેર વતી મનોજ પ્રજાપતિ લાંચ લેતા એસીબીના હાથમાં પકડાઇ ગયા હતા. આ બનાવ બન્યા બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ વડી કચેરીમાં રીપોર્ટ કરાતા આ બન્નેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.