BREAKING NEWS

ઠંડી સાથે ઠારનો એટેક: ગિરનાર પર્વત ઉપર 8.2 ડિગ્રી

  • December 08, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે સાથોસાથ ભેજનું પ્રમાણ પણ 80% આસપાસ પહોંચી જતા ઠારની અનુભૂતિ પણ લોકો કરી રહ્યા છે. ઠંડી અને ઠારના બેવડા આક્રમણના કારણે ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. આજે ગિરનાર પર્વત પર સવારે લઘુતમ તાપમાન માત્ર 8.2 ડિગ્રી નોંધાયું હતું.

જુનાગઢ શહેરમાં 13.2 ભવનાથ તળેટીમાં 11.2 ડિગ્રી મહત્તમ લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને ભેજના પ્રમાણમાં પણ વધારો થયો છે. નલિયામાં 11 રાજકોટમાં 13.2 ભુજમાં 14.7 ડીસામાં 13.9 અમરેલીમાં 15 ભાવનગરમાં 15.8 ગાંધીનગરમાં 15 દ્વારકામાં 19.4 કંડલામાં 16.6 ઓખામાં 21.8 પોરબંદરમાં 14.6 સુરતમાં 19.9 વેરાવળમાં 19.2 અમદાવાદમાં 15.2 વડોદરામાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.

છત્તીસગઢ મધ્ય પ્રદેશ વિદર્ભ ઓડિશા માં આજથી ત્રણ દિવસ માટે કોલ્ડ વેવ ની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત તમિલનાડુ કેરાળા લક્ષદીપ અંદામાન નિકોબાર ટાપુઓ પર પણ વરસાદ પડી રહ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી હજુ ઠંડીના પ્રમાણમાં વધારો થશે અને લઘુતમ તાપમાન નીચે ઉતરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application