BREAKING NEWS

રાજકોટ, અમરેલી, ડાંગમાં 35.9 ડિગ્રી : હજુ એક સપ્તાહમાં આટલા ડિગ્રી વધશે

  • February 23, 2026 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના આઠ શહેરોમાં રવિવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી થી વધુ રહેવા પામ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અમરેલી અને ડાંગમાં 35.9 ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન નોર્થ વેસ્ટના રાજ્યોમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઉચકાશે અને આ જોતા આગામી દિવસોમાં 40 ડિગ્રી લગોલગ મહત્તમ તાપમાન આવી જાય તેવી શક્યતા છે.

રવિવારે અમદાવાદમાં 35.4 વડોદરામાં 35.2 ભુજમાં 35.2 ડીસામાં 35.1 સુરતમાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારો દીવ દ્રારકા અને ઓખામાં ગઈકાલે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે રહ્યું હતું. દીવમાં 29.8 દ્વારકામાં 28.6 અને ઓખામાં 28.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું.

ઉનાળો જાણે શરૂ થઈ ગયો હોય તેવી ગરમી પડી રહી છે. જે શહેરોમાં 35 ડીગ્રીથી ઓછું તાપમાન રવિવારે નોંધાયું હતું તેમાં ભાવનગરમાં 33.8 દમણમાં 33.2 ગાંધીનગરમાં 34.8 કંડલામાં 34.4 નલિયામાં 32.8 પોરબંદરમાં 34.2 અને વેરાવળમાં 31 ડિગ્રી નોંધાયું હતું .

લો પ્રેસર સાયકલોનિક સર્ક્યુલેશન જેવી જુદી જુદી સિસ્ટમના કારણે અત્યારે ઓડિશા મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ તેલંગાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથો સાથ બરફ વર્ષા પણ થઈ રહી છે. અહીં પવનની ગતિ પ્રતી કલાકના 30 થી 40 કિલોમીટરની છે. આવી જ રીતે દક્ષિણના રાજ્યોમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે ભાવનગર સુરત અને વડોદરામાં આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application