તમિલનાડુમાં પૂરથી ૧.૨ કરોડ લોકો પ્રભાવિત

  • December 07, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચક્રવાત મિચોંગે તમિલનાડુ માં ભારે તબાહી મચાવી છે અને પૂરથી ૧.૨ કરોડ લોકો પ્રભાવિત બન્યા છે. વરસાદને કારણે વેલાચેરી અને તાંબરમ સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સમસ્યાઓના કારણે લોકો ઘર છોડીને સલામત સ્થળે ગયા હતા. આ દરમિયાન તેમણે રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડું હતું. શાળા કોલેજો ચોથા દિવસે પણ બધં રાખવામાં આવી છે , ૧૫ ટ્રેન કેન્સલ કરાઇ છે તો અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો પૂર્વવત થયો નથી.


ચક્રવાત મિચોંગે તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને કારણે રાયના અનેક શહેરો જળબંબાકાર બની ગયા છે. સૌથી ખરાબ સ્થિતિ રાજધાની ચેન્નાઈની છે . લોકોના ઘરો દુકાનો બસ સ્ટેશનથી લઈને એરપોર્ટમાં બધે પાણી ભરાય ગયા છે.મિચોંગના વિનાશને બે દિવસ વીતી ગયા હોવા છતાં અહીંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સરકારનું કહેવું છે કે થોડા વરસાદ અને તેજ પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ઇલેકિટ્રક વાયર પાણીમાં પડી ગયા છે, તેથી સાવચેતીના ભાગપે, વીજળી કાપી નાખવામાં આવી છે.વરસાદના કારણે લોકો રાહત છાવણીમાં રહે છે. વરસાદને કારણે ૬ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. બચાવકર્મીઓ દ્રારા ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
રાયના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ત્યાંની સ્થિતિ જાણવા માટે ઘણા પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત શિબિરોમાં રહેતા લોકોને જરી વસ્તુઓનું વિતરણ પણ કયુ હતું. તેમજ પાણી કાઢવાના પ્રયાસોની માહિતી લીધી હતી. સીએમએ કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી છે, તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખીને ૫,૦૬૦ કરોડ પિયાની પૂર રાહત રકમ જાહેર કરવાની માંગ કરી છે.લોકોને રાહત સામગ્રી આપવામાં આવી રહી છે.


૨૦૦ થી વધુ બોટ તૈનાત,૪૧,૪૦૦ લોકોનો ૩૭૨ રાહત કેન્દ્રોમાં આશ્રય
માહિતી આપતાં રાયના મુખ્ય સચિવ શિવદાસ મીણાએ જણાવ્યું હતું કે વિસ્તારોમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીની સપ્લાય પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકોને ખોરાક અને દૂધ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્ય સચિવે કહ્યું કે ઉત્તર અને દક્ષિણ ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં હવાઈ માર્ગે ફડ પેકેટ પણ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે જે વિસ્તારોમાં સૌથી વધુ અસર થઈ છે ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. ડૂબી ગયેલા વિસ્તારોમાં ૨૦૦ થી વધુ બોટ તૈનાત કરવામાં આવી છે.લગભગ ૪૧,૪૦૦ લોકોએ ૩૭૨ રાહત કેન્દ્રોમાં આશ્રય લીધો છે.

વિમાની સેવા શરૂ
વરસાદ બાદ વિમાનોનું સંચાલન બધં કરી દેવામાં આવ્યું હતું, જે હવે ફરી શ કરવામાં આવ્યું છે. દક્ષિણ રેલવેએ ઘણી રેલ સેવાઓ રદ કરી છે યારે ઘણી ટ્રેનોના ટ બદલવામાં આવ્યા છે. જોકે, રેલવેએ ગુવારથી ચેન્નાઈ બીચ–ચેંગલપેટ અને ચેન્નાઈ સેન્ટ્રલ–અરક્કોનમ અને ચિંતાદ્રિપેટ–વેલ્લાચેરી ટ પર સેવાઓ ફરી શ કરવાની જાહેરાત કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application