BREAKING NEWS

જામનગર: સચાણામાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

  • June 18, 2026 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સચાણામાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

પખાવાડીયાથી લાપતા સગીરાની ભાળ નહીં મળતા પરિવારમાં ચિંતા

સચાણા ગામે રહેતી સગીરા લાપતા બનતાં પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને પરિવારજનોએ અપહરણની આશંકા વ્યક્ત કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સચાણા ગામે પરિવાર સાથે રહેતી સગીરા તા. ૩૧ મેના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શરૂઆતમાં સ્વજનો, સંબંધીઓ તેમજ મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પરિચિતોનો સંપર્ક કરી શોધખોળ હાથ ધરી હતી. જોકે સગીરાનો કોઈ પત્તો ન લાગતાં આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરી લઈ ગયો હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસે સગીરાના મોબાઇલ ફોનનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ મોબાઇલ સતત સ્વિચ ઓફ આવતો હોવાથી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.

આ ઉપરાંત પોલીસે સગીરા લાપતા બની તે સ્થળ તેમજ ગામ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી છે. પોલીસ દ્વારા સગીરાની સગાઈ જે યુવક સાથે થઈ હોવાનું જાણવા મળ્યું છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ ગામના કેટલાક શકમંદ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
​​​​​​​
તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કડી હાથ લાગી નથી. પંચકોશી એ ડિવિઝન પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરી સગીરાની ભાળ મેળવવાના માટે તપાસને તેજવંતી બનાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application