BREAKING NEWS

જામનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અકસ્માતમાં વળતરનો દાવો મંજુર કરતી ‘અદાલત’

  • April 23, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અકસ્માતમાં વળતરનો દાવો મંજુર કરતી ‘અદાલત’


વાદીઓ નિતીનભાઈ નેમચંદભાઈ માલદે તથા તેમના પત્નિ મયુરીબેન નિતીનભાઈ માલદે હાલ નિવૃત જીવન ગાળે છે, આ કામમાં ગુજ. સાગર નિતિનભાઈ માલદે વાદીઓના પુત્ર થતા હતા અને તેની આવક ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ રીતે વાદીઓ ગુજરનાર સાગરના આશ્રિત હતા જયારે અન્ય પુત્ર મિત અભ્યાસ કરે છે, ગુજરનાર સાગર બનાવના દિવસે તા.૦૩/૧૧/૧૯ ના રોજ મોટરસાયકલ લઈ ગુજ.ના મોટા કાકાના કામસર બહાર ગયેલ હતો અને રાત્રીના મોટરસાયકલ લઈ ઘરે પરત આવેલા હતા. પરંતુ આ સમયે ઘર મુખ્ય રોડ ઉપર આવેલ હતુ અને ત્યા રોડ ઉપરથી પોતાનું મોટરસાયકલ ફલેટમાં આવવા માટે ઘરમાં ખુલ્લુ ફળીયું આવે છે.


તેના મુખ્ય દરવાજા પાસે પાર્ક કરેલ મોટરસાયકલ ઉપર બેસવા જતા અને મોટરસાયકલ ફળીયામા પાર્ક કરવા જતા રોડ ઉપર આવેલ પ્રતિવાદી પીજીવીસીએલ કંપનીનો સ્ટ્રીટ લાઈટનો જીવતો વીજ વાયર તુટીને પડેલ હતો તેને અડી જતા ઈલેકટ્રીક શોક લાગેલ અને અકસ્માતનો બનાવ બનેલ.પુત્ર બેશુધ્ધ હાલતમાં નીચે પડેલ હતો. જેથી વાદીએ પુત્ર સાગરને ૧૦૮ મારફતે જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે સારવાર અર્થે લઈ ગયેલા ત્યા ફરજ ઉપરના ડોકટરે મરણ ગયાનું જાહેર કરેલ.


આ અંગે ભત્રીજા નિરવભાઈએ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટેમા જાણ કરેલ હતી.  વાદીના પરીવારમાં વાદી નંબર ૧/૨ જામનગર મહાનગર પાલિકા કોઈ અન્ય આવકનો સ્ત્રોત નથી વાદીઓ સાગરની આવક ઉપર નિર્ભર હતા જે હાલ અકસ્માતના કારણે ગુમાવેલ છે.તે નોકરી કરી માસીક રૂપીયા ૧૫૦૦૦/- પગાર મેળવતો હતો અને તેના ઈન્કમટેકટ રીર્ટન પણ ભરવામા આવતા હતા આમ પ્રતિવાદી નંબર ૧/૨ ના અપકૃત્યને કારણે સદર બનાવ બનેલ હોય અને વાદીનો પુત્ર અવસાન પામેલ હોય અને પ્રતિવાદી નં.૧,૨ સયુંકત અને વિભકત રીતે જવાબદાર હોય જેથી વાદીઓ નિતીનભાઈ નેમચંદભાઈ માલદે તથા તેમના પત્નિ મયુરીબેન નિતીનભાઈ માલદે દવારા પોતાના વકિલ મારફત જામનગર પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ હતો.


જે દાવો જામનગરના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ ચાલી જતાં પ્રતિવાદી નંબર ર એટલે કે જામનગર મહાનગર પાલિકાએ વાદીઓને ૨૧,૮૨,૦૦૦/-  દાવા તારીખથી તે વસુલ થતા સુધી તેની ઉપર ૬% ટકાના વસુલ લેવા હકકદાર હોવાનું ઠરાવવામાં આવેલ છે. તેમજ પ્રતિવાદી નંબર ર હુકમ મુજબની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વાદીઓને પ્રતિવાદી નંબર ર ની સ્થાવર તથા જંગમ મિલકતમાંથી વસુલ લેવા હકકદાર હોવાનું ઠરાવવામાં આવે છે, તેમજ વાદીઓનો દાવાનો ખર્ચ પ્રતિવાદી નંબર ર નાઓએ ભોગવવાનો હુકમ કરેલ છે.આ કેસમાં વાદીઓ તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, અશ્વિન એ. મકવાણા, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્દા, અશ્વિન એ. સોનગરા, પ્રિતેશ કે. ભટ્ટ રોકાયેલ હતા.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application