BREAKING NEWS

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારી ડેન્ટલ કોલેજ પાસેના સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

  • March 30, 2026 05:30 PM 

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારી ડેન્ટલ કોલેજ પાસેના સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

૧૧ દીકરીઓને દીકરી વધામણા કીટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠકકરે સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ ૧૧ દીકરીઓને દીકરી વધામણા કીટ અને આંગણવાડીની બાળકીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરી બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેલ મહિલાઓ પાસેથી તેમની કામગીરી અંગે કલેકટરએ જાણકારી મેળવી હતી તથા સંસ્થાના કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
 

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દીકરીઓના વાલીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અનંત શક્તિ સમાયેલ છે અને યોગ્ય માર્ગદર્શન તથા સંવેદનશીલ સહયોગથી તેઓ જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. સમાજના દરેક વર્ગે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે આગળ આવવું જોઈએ તેવી પણ તેમણે અપીલ કરી હતી. કલેક્ટરએ બાળકીઓ સાથે સમય વિતાવી તેમને જીવનમાં આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા હતા. 

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી પૂજા ડોડીયા તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ હાજર રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News