ગોંડલ શહેરમાં ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ સીટી પોલીસે ગેરકાયદેસર સીલીકા (રેતી) ભરેલા બે મોટા ડમ્પર ઝડપી પાડી કુલ ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યેા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર દ્રારા જિલ્લ ામાં ચાલતી ગેરકાયદેસર ખનિજ ખનન અને વહનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પગલે ગોંડલ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.ઝાલા અને તેમની ટીમ રાત્રિ દરમિયાન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ અને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બે શંકાસ્પદ વાહનો મળી આવ્યા હતા. ગોંડલ ઘોઘાવદર રોડ પરથી અશોક લેલન્ડ કંપનીનું ડમ્પર ટ્રક (જીજે–૩૩–ટી–૪૯૭૬) ૪૫ ટન સીલીકા (રેતી) ભરેલ ટ્રક (ડમ્પર) કિંમત રૂા.૨૫,૦૦,૦૦૦, ગોંડલ મોવિયા રોડ, રૂપાવટી ચોકડી પાસેથી અશોક લેલન્ડ કંપનીનું એક મોટું ડમ્પર ટ્રેઇલર ૪૨ ટન સીલીકા (રેતી) ભરેલ ટ્રેઇલર (૧૮ વ્હીલર, રજી.ન.ં જીજે–૦૩–સીડબલ્યુ–૦૦૪૩) ૩૫,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂા.૬૦,૦૦,૦૦૦ સાથે વાહનોને કબ્જે કરી પોલીસ સ્ટેશન ખાતે રાખ્યા છે.
પોલીસે બંને વાહનોના ડ્રાઇવરોને આર.ટી.ઓ. મેમો તેમજ ખાણખનિજ ખાતાનો મેમો આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ કસૂરદારો સામે યોગ્ય દડં વસૂલ કરવા માટે રાજકોટ કચેરીના ભુસ્તર શાક્રી અને ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે.
આ સફળ કામગીરી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. ઝાલા, પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ગોહિલ, મહાવીરભાઈ બોરીચા, પો.કોન્સ. હરેશભાઈ લુણી, યોગેશભાઈ બાલાસરા અને ડ્રા.પો.કોન્સ. વિનુભાઈ તલસાણીયા દ્રારા કરવામાં આવી હતી. ગોંડલ પોલીસની આ કડક કાર્યવાહીથી ખનિજ ચોરી કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application