કોલ્ડ વેવ યથાવત:ગિરનાર ઉપર 2.2, નલિયામાં 2.4 ડિગ્રી

  • January 17, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રીનો વધારો છતાં ઠંડીનો પ્રકોપ યથાવત: રાજકોટમાં 9.4 પોરબંદરમાં 8.6 ભુજમાં 8.7 અમદાવાદમાં 9.7 ડીસામાં 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન




રાજ્યભરમાં ગઈકાલે શિયાળાની ચાલુ સિઝનમાં રેકોર્ડ બ્રેક સૌથી નીચું તાપમાન અનેક જગ્યાએ નોંધાયા પછી આજે લઘુતમ તાપમાન નો પારો સામાન્યથી બે ડિગ્રી જેટલો ઊંચકાયો છે.પરંતુ ભેજના વધુ પ્રમાણ અને બરફીલા પવન ના કારણે ઠંડીની તીવ્રતામાં કોઈ ઘટાડો થયો નથી.આજે પણ નલિયા રાજકોટ પોરબંદર ડીસા, અમદાવાદ ગાંધીનગર જુનાગઢ ગીરનાર પર્વત સહિતના વિસ્તારોમાં લઘુતમ તાપમાન નો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે.



નલીયામાં ગઈકાલે બે અને આજે 2.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી છે જે ગઈકાલના 7.3 ડિગ્રીની સરખામણીએ બે ડિગ્રી જેટલું વધુ છે.પોરબંદરમાં ગઈકાલે 6.2 અને આજે 8.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત પર આજે ૨.૨ ડિગ્રી જુનાગઢ શહેરમાં 7.2 ડિગ્રી અને ભવનાથ તળેટીમાં 5.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.



અમદાવાદમાં બે ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન 9.7 ડિગ્રી રહેવા પામ્યું છે.ડીસામાં સામાન્ય વધારા સાથે આજે 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલે 7.6 અને આજે 8.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં દોઢ ડિગ્રીના વધારા સાથે આજે 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.


સમગ્ર રાજ્યમાં એક માત્ર દ્વારકામાં આજે લઘુતમ તાપમાનનો પારો સામાન્ય નીચે ઉતર્યો છે. ગઈકાલે દ્વારકામાં 13 અને આજે 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application