મોરબી લીલાપર નજીક રસ્તા વચ્ચે સીએનજી રિક્ષામાં આગ ભભૂકતા દોડધામ

  • March 16, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં લાલપર નજીક રસ્તા વચ્ચે સીએનજી રિક્ષામાં અચાનક આગ લાગી હતી. રસ્તા વચ્ચે રિક્ષા ભડભડ બળવા લાગતા રાહદારીઓ અને સ્થાનિકોમાં ફફડાય ફેલાયો હતો. રિક્ષામાં અચાનક આગ લાગતા સત્વરે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગકાંડમાં રિક્ષા મળીને ખાખ થઈ ગઈ હતી. હજુ સુધી આગ લાગ્યાનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.
​​​​​​​
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં મંગળવારે રાત્રે લાલપર નજીક રસ્તા વચ્ચે રિક્ષામાં અચાનક આગ લાગી હતી જેથી રિક્ષાચાલક રિક્ષા છોડીને દૂર ભાગ્યો હતો. જોતજોતામાં આગે પ્રચંડ સ્વ‚પ ધારણ કર્યું હતું જેને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં સુધીમાં રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવના પગલે લોકો એકઠા થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને આગને ક્લિયર કરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application