EDના ચોથા સમન્સ પર પણ હાજર ન થયા CM કેજરીવાલે આપ્યું કારણ, ભાજપ પર લગાવ્યો આરોપ

  • January 18, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હીના સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી સંબંધિત મામલામાં ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને ગેરકાનૂની અને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલામાં બે વર્ષથી તપાસ ચાલી રહી છે પરંતુ તપાસમાં તેમને કંઈ મળ્યું નથી. તેમણે  કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે લોકસભા ચૂંટણી પહેલા મારી ધરપકડ કરીને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવા માંગે છે.


સીએમ કેજરીવાલે કહ્યું, "ઇડીએ મને ચોથી નોટિસ મોકલી છે જેમાં કહ્યું છે કે તમે 18 કે 19 જાન્યુઆરીની વચ્ચે કોઈપણ તારીખે આવજો. આ ચાર નોટિસ મોકલવામાં આવી છે, તે કાયદાની નજરમાં ગેરકાયદેસર છે. જ્યારે પણ ED દ્વારા આવી નોટિસ મોકલવામાં આવી છે, ત્યારે કોર્ટે તેને ફગાવી દીધી છે. તેમને ગેરકાયદે અને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યા છે. મેં EDને પત્ર લખ્યો છે પરંતુ EDએ કોઈ જવાબ આપ્યો નથી.”


સીએમ કેજરીવાલે ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું કે, "ઇડી રાજકીય ષડયંત્રના ભાગરૂપે નોટિસ મોકલી રહી છે. આ તપાસ બે વર્ષથી ચાલી રહી છે. બે વર્ષમાં તેમને કંઈ મળ્યું નથી, ઘણી અદાલતોએ તેમને પૂછ્યું છે. કેટલા રૂપિયા મળ્યા, કોઈ સોનું મળ્યું, ક્યાં જમીન મળી, કેટલી રકમ મળી ? લોકોને મારવામાં આવી રહ્યા છે અને ખોટા નિવેદનો લેવામાં આવી રહ્યા છે. બે વર્ષથી તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલા નોટિસ આપીને અચાનક મને કેમ બોલાવવામાં આવ્યો?


સીએમએ કહ્યું, "ભાજપના લોકો એવું કહેતા ફરે છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે. બીજેપીને કેવી રીતે ખબર છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે કારણ કે ભાજપ ED ચલાવે છે. હું ઈચ્છું છું કે હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરું. આ સમગ્ર કવાયતનો, આ સમન્સનો હેતુ લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને મને ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો છે. આ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application