જૂનાગઢમાં ધાબડિયું વાતાવરણ ભરઉનાળે ચોમાસાનો માહોલ

  • April 07, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાની આગાહી વચ્ચે જૂનાગઢમાં વાતાવરણમાં પલટો સવારથી જ ધાબડિયું વાતાવરણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
માવઠાની આગાહી વચ્ચે જુનાગઢ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ સવારથી ધાબડિયું વાતાવરણને પગલે ખેડૂતો અને કેરીના રસિયાઓમાં ચિંતા નું મોજુ છવાયુ છે
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે જુનાગઢ શહેર પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હોય તેમ  સવારથી જ સૂર્યનારાયણ ભગવાનના દર્શન થયા ન હતા અને ધાબડીયા વાતાવરણ વચ્ચે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
​​​​​​​
ગઈકાલે  રાત્રે શહેરમાં હળવા છાંટા પણ આવ્યા હતા ત્યારે આજે સવારથી જ આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા નું મોજુ પ્રસર્યું છે .આ ઉપરાંત વરસાદી ભેજ યુક્ત વાતાવરણને પગલે  ખાસ કરીને અમૃત ફળ ગણાતા કેરી ના પાકના પણ નુકસાની જવાની  શક્યતા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application