સવારે છવાયા વાદળો : તાપમાન ૩૦ને પાર

  • February 23, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવાર, બપોર, સાંજ બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો


કલેકટર કચેરીના જણાવ્યા મુજબ મહત્તમ ૩૦.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે. લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે, બપોરે  અસહ્ય ગરમી પડી રહી છે, જયારે સવારે ઠંડી, બપોરે ગરમી જેવા મિશ્ર વાતાવરણથી  આશ્ર્ચર્યની લાગણી અનુભવી રહયા છે. આજે સવારે સુર્ય વાદળો વચ્ચે ઓઝલ થઇ ગયો હતો અને સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું.


બપોરે ૧૧ થી ૫ દરમ્યાન શહેરમાં ભરઉનાળો જામ્યો હોય એવું લાગતું હતું, લોકોએ પંખા, એસી ઓન કરીને ગરમીથી બચવા પ્રયાસ કર્યા હતાં. ફાગણ મહીનાનો પગરવ થઇ ગયો હોવા છતા વહેલી સવારે ઝાકળ અને ઠંડીનો માહોલ યથાવત રહેવા પામ્યો છે, જયારે ઘડીયાળના કાંટા ૧૧ની આસપાસ પહોચે છે ત્યારે ચૈત્ર જેવી ગરમી અને તાપ શહેરીજનો અનુભવી રહયા છે.

​​​​​​​
બેવડી ઋતુના કારણે શહેરભરમાં માંદગીનો માહોલ છવાયો છે, ઘરે ઘરે શરદી, ઉધરસ, તાવના કેસો જોવા મળી રહયા છે. કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ તેમજ ગ્રામ્ય પંથકોમાં પણ વાદળીયુ વાતાવરણ અને બેવડી ઋતુના કારણે માંદગીનો માહોલ જોવા મળી રહયો છે જેને લીધે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application