અમદાવાદમાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

  • June 20, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાને મોકલેલો પ્રસાદ ધરાયો: અમિત શાહે મંગળા આરતી કરી: સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો




જગન્નાથની ૧૪૬ રથયાત્રાનો પ્રારભં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો તે પૂર્વે તેમણે ભગવાનના રથ નુ પૂજન અર્ચન કયુ હતું. મુખ્યમંત્રીએ સતત બીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રા થયું છે. આ અવસરે ગૃહ રાયમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉધોગ રાયમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ આ વિધિમાં ભકિતભાવપૂર્વક સહભાગી થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે મંગળા આરતી અને દર્શનનો લાભ લીધો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના– મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરી હતી.



તે પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતી કરીને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.



ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલા પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો.  
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામા આવતો હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૬મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે બીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.



આ અવસરે મહતં દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.




રથયાત્રાની સાથે સાથે...

– પ્રથમ વખત એન્ટી ડ્રોન ગન નો ઉપયોગ.
–૧૧ આઈજીપી, ૫૦ એસપી, ૧૦૦ ડીવાયએસપી, ૩૦૦ પીઆઈ, ૮૦૦ પીએસઆઈ, ૩૫ એસઆરપી, સીઆરપીએફ કંપની, ૬૦૦૦ હોમ ગાર્ડ,  ૨૬૦૦૦ અધિકારીઓ અને કર્મચારીઓ. ખડેપગે.
– કોઈ વસ્તુ ફેકાય નહીં તે માટે ધાબા પોઇન્ટ અને ડીપ પોઇન્ટ પર ખાસ બંદોબસ્ત.
– ત્રણે રથ ખેંચવા ૧૦૦૦ થી ૧૨૦૦ ખલાસી.
– ૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો જાબુ, ૫૦૦કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી, દાડમ અને ૨ લાખ ઉપરણાનો પ્રસાદ.



સી.એમ ડેસ્ક બોર્ડ પર રથયાત્રાનું મોનિટરિંગ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ની ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્ય મંત્રી નિવાસ સ્થાનેથી સી .એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રા ના માર્ગ નું નિરીક્ષણ અને રથયાત્રાના શઆત ના ટ નું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. ખાસ કરીને ભગવાન ના મુખ્ય રથનો માર્ગ તેમજ યાત્રામા જોડાયેલા પદયાત્રીઓની બારીકાઇ થી વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામા આવેલા સલામતી સુરક્ષા ના પોલીસ પ્રબધં અંગે પણ વિડિયો વોલ દ્રારા ઝીણવપૂર્વકની જાણકારી મેળવી હતી. આ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રી ના મુખ્યઅગ્ર સચિવ કૈલાસનાથન ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અધિકારીઓ પણ આ નિરીક્ષણ માં જોડાયા હતા. આ રથયાત્રા નું સમગ્ર દિવસ દરમ્યાન મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી એમ ડેશ બોર્ડ દ્રારા અમદાવાદ શહેર પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્રારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવા માં આવેલી છે.આ ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રથયાત્રાની છેલ્લા માં છેલ્લી સ્થિતિ થી માહિતગાર રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application