BREAKING NEWS

અન્ય શહેરોની બોમ્બ ધમકીના પગલે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ

  • July 16, 2026 11:33 AM 

અન્ય શહેરોની બોમ્બ ધમકીના પગલે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ

બોમ્બ સ્કવોડ, એસઓજીની ટુકડી દ્વારા પાર્સલો સહિતની ચકાસણી : કશુ વાંધાજનક મળ્યુ નહીં

રાજ્યના વિવિધ શહેરોમાં પોસ્ટ મારફતે બોમ્બની ધમકી મળ્યાની ઘટનાઓને પગલે જામનગર પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. તેના ભાગરૂપે મોડી સાંજે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે બોમ્બ સ્ક્વોડ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસમાં રહેલા પાર્સલો તથા અન્ય શંકાસ્પદ વસ્તુઓનું બોમ્બ ડિટેક્શન સાધનો અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી માત્ર સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોસ્ટ ઓફિસની કામગીરી યથાવત્ રાખવામાં આવી હતી. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી રાજયના અલગ અલગ શહેરમાં બોમ્બની ધમકીના ઇ-મેલ મળી રહયા છે અને તપાસના અંતે અફવા સાબિત થાય છે, થોડા દિવસો પહેલા જામનગરની મુખ્ય પોસ્ટ ઓફીસ અને કોર્પોરેશન કચેરીમાં બોમ્બની ધમકીનો ઇ-મેલ મળ્યો હતો કલાકોની તપાસ બાદ માત્ર અફવા સાબિત થઇ હતી કોર્પોરેશનના મામલામાં અજાણ્યા શખ્સ સામે આઇડીના આધારે પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી હતી દરમ્યાનમાં ગઇમોડી સાંજે અહીંની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે તકેદારીના ભાગરૂપે સધન ચેકીંગ કરાયુ હતું. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application