↵જામનગર: લાલપુરના નવાપરા સીમમાં પાના ટીંચતા સાત શખ્સ સપડાયા
૧૦ હજારની રોકડ અને પત્તા કબ્જે : ગીંગણી ગામમાં વર્લીબાઝ ઝબ્બે
લાલપુરના રીંજપર ગામથી આગળ નવાપરા સીમમાં ગંજીપતા વડે જુગાર રમતા સાતને રોકડા ૧૦ હજાર સાથે પકડી લીધા હતા, જયારે ગીંગણી ગામે એક વર્લીબાઝ ઝપટમાં આવ્યો હતો.
લાલપુર તાલુકાના નવાપરા સીમ વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા ચાર થાંભલા ખાતે રહેતા ખેતી કરતા હિતેશ દેવજી નેસડીયા, રીંજપર ગામના પીઠા રાજશી વશરા, નવાપરાના કારા ઉર્ફે ભોલા વેજા વશરા, રીંજપરના મનોજ મેરામણ વશરા, નવાપરાના મેરામણ રામા વશરા અને ચોરબેડી ગામના પ્રકાશ ઉર્ફે પકો મોહન ગોહિલ અને રીંજપર ગામના પ્રવિણ રાજશી વશરાને પકડી લીધા હતા તેમની પાસેથી ૧૦૧૮૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા. અન્ય દરોડામાં જામજોધપુરના ગીંગણી ગામમાં રહેતા લાલજી ધીરુ સોલંકી નામના શખ્સને જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા ૧૬૦ અને આંકડા લખેલી કાપલી સાથે સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા: ગોરાણા ગામેથી મોડી રાત્રિના જુગાર રમતા ચાર ઝબ્બે:
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે આવેલા એક મંદિરના ઓટલા પાસે બેસીને મોડી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રમેશ ઉર્ફે ગજની ગોવિંદ રાઠોડ, રામ આવળા ગોરાણીયા, રવિ કેશુ ગામી અને રમેશ ધીરા રૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૦,૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.