BREAKING NEWS

હાલારના કોમર્શીયલ એલપીજી સીલીન્ડરના ગ્રાહકો પર રૂ.૫૦ લાખનો બોજો વધશે

  • May 02, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  હાલારના કોમર્શીયલ એલપીજી સીલીન્ડરના ગ્રાહકો પર રૂ.૫૦ લાખનો બોજો વધશે

મોંઘવારી માઝા મૂકશે: કોર્મશીયલ ગેસના બાટલામાં એક ઝાટકે રૂ.૯૯૩ના વધારો થતા ભારે દેકારો

હોટલ,રેસ્ટોરન્ટમાં ભોજન અને ફરસાણ સહીતની ખાધવસ્તુઓ મોંઘી થશે: ભાવ વધારાનો ભાર અંતે ગ્રાહકોએ વેંઢારવો પડશે


કોર્મશીયલ ગેસના બાટલામાં એક ઝાટકે રૂ.૯૯૩નો વધારો ઝીંકવામાં આવતા હાલારના કોર્મશીયલ એલપીજી સીલીન્ડરના ગ્રાહકો પર રૂ.૫૦ લાખનો બોજો વધશે. કોર્મશીયલ સીલીન્ડરના ભાવ વધીને રૂ.૩૧૦૦એ પહોંચ્યા છે. કોર્મશીયલ ગેસના બાટલાના ભાવ વધતા હોટલ, રેસ્ટોરન્ટમાં ભોજન અને ફરસાણ સહીતની ખાધવસ્તુઓ મોંઘી થશે. ભાવ વધારાનો ભાર અંતે ગ્રાહકોએ વેંઢારવો પડશે. આટલું જ નહીં મોંઘવારી માઝા મૂકશે તેમાં પણ બેમત નથી.


ગલ્ફ વોરના કારણે એક મહીના પહેલા જામનગર સહીત દેશભરમાં ગેસની સપ્લાય પર માઠી અસર થતાં કાગારોળ મચી ગઇ હતી. આટલું જ નહીં થોડા સમય માટે કોર્મશીયલ ગેસની સપ્લાય બંધ થતાં હોટલ-રેસ્ટોરનટ ધારકો લાકડા પર ભોજન બનાવવા ફરજ પડી હતી. આટલું જ નહીં હજુ પણ કોર્મશીયલ એલપીજીની સપ્લાયમાં વિલંબની ફરિયાદો ઉઠી રહી છે. એટલે કે જોઇએ તેટલા પ્રમાણમાં પૂરતો પૂરવઠો મળતો ન હોવાની રાવ હોટલ-રેસ્ટોન્ટ તથા અન્ય ધંધાર્થીઓ કરી રહ્યા છે. મોંઘવારી દીન-પ્રતિદિન વધી રહી છે. આ કપરી સ્થિતિમાં કોર્મશીયલ એલપીજી સીલીન્ડરના ભાવમાં રૂ.૯૯૩ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોર્મશીયલ એલપીજી સીલીન્ડરના ૫૦૦૦ જેટલા ગ્રાહકો છે. આથી ભાવ વધારાના કારણે ગ્રાહકો પર કુલ રૂ.૪૯૪૫૦૦૯ નો બોજો વધશે. આટલું જ નહીં કોર્મશીયલ એલપીજી સીલીન્ડરમાં ભાવ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટમાં ભોજન તો રેંકડીઓમાં નાસ્તો તથા ફરસાણ સહીતની ખાધવસ્તુઓ મોંઘી બનશે તેમાં બેમત નથી. આટલું જ નહીં કોર્મશીયલ ગેસ સીલીન્ડરમાં ભાવ વધારાથી અન્ય જેટલી વસ્તુઓમાં ભાવ વધશે તેનો બોજો તો આખરે ક્ધયાની કેડ પરની જેમ ગ્રાહકોએ એટલે કે જનતાએ વેંઢારવો પડશે તેમાં બેમત નથી. 


અત્રે નોંધનીય છે કે,કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં ૯૯૩ના વધારાથી રૂ.૨૧૦૭માં મળતો બાટલાના ભાવ રૂ.૩૧૦૦એ પહોંચ્યા છે. એક દીવસમાં ૪૮ ટકા જેટલો ભાવ વધારો કોર્મશીયલ ગેસના બાટલામાં કરાયો છે. આટલું જ નહીં એપ્રિલ મહીનાની શરૂઆતમાં પણ કોર્મશીયલ એલપીજી સીલીન્ડરના ભાવમાં રૂ.૧૯૫.૫૦નો વધારો ઝીંકવામાં આવ્યો હતો. છેલ્લા બે મહીનામાં કોર્મશીયલ ગેસના બાટલાના ભાવમાં રૂ.૧૩૨૯નો વધારો કરાયો છે. આથી લોકોમાં ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application