જૂનાગઢમાં બિલ્ડીંગ થયું ધરાશાયી, 4-5 લોકો દટાયા હોવાની આશંકા

  • July 24, 2023 02:39 PM 


જૂનાગઢમાં વરસાદ અને પૂરે તબાહી મચાવ્ય બાદ આજે જૂનાગઢમાં ફરી એક અકસ્માત સર્જાયો છે. શહેરના ભવનાથ રોડ વિસ્તારમાં દાતાર રોડ પર એક બિલ્ડીંગ ધરાશાયી થયું છે. જેમાં આશરે 10 થી 12 લોકો દટાયા હોવાની આશંકા છે.


હાલ આ અકસ્માતના પગલે પોલીસ કાફલો ફાયર બ્રિગેડ ટિમ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોચી છે. તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરાયું છે. મેયર, ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા છે.


દાતાર રોડ કડિયાવાડ પાસે જર્જરીત મકાન ધરાશાઈ થતા અનેક લોકો દબાયાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને લઇ મહાનગરપાલિકા તંત્ર દ્વારા રેસ્ક્યુ  કરી કાટમળ હટાવવાની કાર્યવાહી કરાઈ રહી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે. તો મકાન નીચે શાકભાજી વેચનાર અને ખરીદનાર પણ ઉભા હોવાથી તેઓ પણ કાટમાળ નીચે દટાયા છે.


સ્થાનિકો મુજબ ચારથી પાંચ લોકો દબાયાની આશંકા સેવાઇ રહી છે પોલીસ દ્વારા કાળવા ચોક થી દાતાર રોડ પર લોકોના ટોળા ઉમટી પડતા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application