બીએસએનએલ પેન્શનર્સ દ્વારા પડતર પ્રશ્ર્ને ગુરૂવારે ધરણાં
કમીટી ઓફ બીએસએનએલ-એમટીએનએલ પેન્શનર્સ એસો. ગુજરાતના બેનર હેઠળ ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના તા.૨૭-૨-૨૦૨૬ના ઓર્ડર મુજબ તા.૧-૧-૨૬થી ચુકવવાનું થતું મોંઘવારી ભથ્થુ આઇડીએ-ડીઆર તાત્કાલિક ચુકવવા અને પહેલાં જે રીતે દર ત્રણ માસે ઓર્ડર મુજબ ચુકવવામાં આવતું તે રીતે સમયસર બીએસએનએલ એમટીએનએલ પેન્શનર્સને ચુકવવાની માંગણી સાથે ભારત ભરમાં ૧૦ પેન્શનર્સ એસો. અને ગુજરાતમાં સીસીએ ઓફીસ ખાનપુર અમદાવાદ ખાતે અને ગુજરાતભરના જિલ્લા અને તાલુકા મથકોએ બીએસએનએલની ઓફીસ સામે તા.૧૬-૪-૨૬ સવારે ૧૧ વાગ્યે પેન્શનર્સને દેખાવો અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજશે.
જેમાં ગુજરાતમાં આવેલ એઆઇબીએસએનએલપીડબલ્યુએ, બીડીપીએ(આઇ), એઆઇબીડીપીએ, એઆઇઆરબીએસએનએલઇડબલ્યુએ, એસએનપીડબલ્યુબ, સાથે અન્ય એસો. પણ જોડાશે અને તા.૭-૪-૨૬નો અમિત અગ્રવાલ સેક્રેટરી ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને ઉદેશી બધા જનરલ સેક્રેટરીની સાહી સાથેનો પત્ર આવેદનપત્ર તરીકે બધા પેન્શનર્સ એસો. સર્કલ સેક્રેટરી અને સર્કલ પ્રેસીડેન્ટ સાથે રહી ૧૧.૩૦ વાગ્યે સીસીએ ગુજરાતને ૦ડહીઓટી સેક્રેટરીને મોકલવા માટે આપશે.
તા.૧૬-૪-૨૬ના દેખાવો ને સુત્રોચાર અને તા.૩૦-૪-૨૬ના ધરણાંનો ગુજરાતભરમાં સફળ કરવા માટે કમીટી ઓફ બીએસએનએલ-એમટીએનએલ પેન્શનર્સ એસો.ના આગેવાનો એન.એન.પટેલ એ.એન.પટેલ, આર.આર.વર્મા, એસ.આર.મિશ્રા, ડી.ડી. મિસ્ત્રી, આર.એમ.બેલાણી, જે.બી. બ્રહ્મભટ્ટ, બી.જી.પટેલ મનુભાઇ ચનિયારા વિગેરે આગેવાનોએ ગુજરાતભ બીએસએનએલના પેન્શનર્સને અપીલ કરેલ છે.
આમ છતાં ઓર્ડર મુજબ તા.૧-૧-૨૬થી ચુકવવાનું થતું મોંઘવારી ભથ્થુ આઇડીએ ડીઆર તાત્કાલિક ચુકવવા ન આવે તો કમીટી ઓફ બીએસએનએલ એમટીએનએલ પેન્શનર્સ એસોસીએશન બેનર હેઠળ ભારતભરમાં ૧૦ પેન્શનર્સ એસોસીએશન અને ગુજરાતભરમાં બીએસએનએલ પેન્શનર્સ એસોસીએશન તા.૩૦-૪-૨૦૨૬ ગુવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધીના ધરણાં આયોજન કરવા અંગેની માહિતી મનુભાઇ બી. ચનિયારા સંયોજનક કમીટી ઓફ બીએસએનએલ એમટીએનએલ પેન્શનર્સ એસોસીએશન તથા એઆઇબીડીપીએ ગુજરાતના સર્કલ સેક્રેટરીએ અખબારી યાદીમાં જણાવેલ છે.